Election/ અમરેલીમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રા, શું ન.પા.ની ચૂંટણીમાં મનપા જેવો ઝલવો બતાવી શકશે BJP?

રાજ્યમાં નગર પાલિકાની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં દરેક પક્ષો તેમની તૈયારીઓમાં મશગુલ જોવા મળી રહ્યા છે.

Gujarat Others
Mantavya 16 અમરેલીમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રા, શું ન.પા.ની ચૂંટણીમાં મનપા જેવો ઝલવો બતાવી શકશે BJP?
  • અમરેલીમા ભાજપની વિજય સંકલ્પ યાત્રા
  • ન.પા.ના 44 ઉમેદવારો નિકળ્યા શહેરના રાજમાર્ગો પર
  • મહેશ કસવળા, મુકેશ સંધાણી, કૌશિક વેકરિયા પદયાત્રામાં હાજર

રાજ્યમાં નગર પાલિકાની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં દરેક પક્ષો તેમની તૈયારીઓમાં મશગુલ જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ સભાને રેલીઓ યોજવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં પણ ભાજપ દ્વારા વિજય સંકલ્પ યાત્રાની રેલી નીકળી હતી.

Gujarat: ખેડા-ચકલાસી પાસે બટાકાનાં ગોડાઉનમાં લાગી ભયંકર આગ

જેમાં નગરપાલિકાનાં 44 ઉમેદવારો શહેરનાં રાજમાર્ગો પર રેલીમાં નીકળ્યા હતા. આ ઉપરાંત આ રેલીમાં મહેશ કસવાળા, મુકેશ સંઘાણી, કૌશિક વેકરીયા વગેરે લોકો આ પદયાત્રાની રેલીમાં હાજર જોવા મળી રહ્યા હતા. ગયા અઠવાડીયે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી, જેમાં 6 મહાનગર પાલિકામાં ભાજપપક્ષનો દબદબો જોવા મળી રહયો હતો, ત્યારે ભાજપ પક્ષનાં કાર્યકર્તાઓ, નેતાઓ, દિગ્ગજ નેતાઓ વગેરે જીતના ઉત્સાહમાં જ હજી પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ વખતે આ ચૂંટણીમાં જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાની જેમ જ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ પક્ષ જ આવશે કે કેમ?

Crime: વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા

ઉલ્લેખનીય છે કે, પહેલી વાર સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવનાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને પણ અનુક્રમે અમદાવાદ અને સુરતમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. ત્યારે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં જનતાનું ધ્યાન કયા પક્ષ તરફ વધુ જાય છે તે હવે જોવુ રહ્યુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ