Rajkot- Molested/ શિક્ષણજગતને કલંકિત કરતી ઘટના, પ્રિન્સિપાલે 4 વિદ્યાર્થીનીઓની કરી છેડતી

રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2024 03 22T124816.709 શિક્ષણજગતને કલંકિત કરતી ઘટના, પ્રિન્સિપાલે 4 વિદ્યાર્થીનીઓની કરી છેડતી

રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. શાળાના પ્રિન્સિપાલે જ વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાનો કિસ્સા સામે આવતા શિક્ષણજગત શર્મસાર થયું છે. સરસ્વતીના ધામ ગણાતી શાળામાં આદર્શ કહેવાતા પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી. રાજકોટ શહેરના સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલની વિદ્યાર્થીનીઓની છેડતી કરવાની કરતૂતથી વાલીઓમાં રોષ જોવા મળ્યો.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારિયા રોડ પરની સરસસ્વતિ સંકુલમાં વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના બનવા પામી. સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાએ ૧૧ થી ૧૪ વર્ષની ૪ વિધાર્થીનીઓની છેડતી કરી. રાકેશ સોરઠિયા કે જેઓ આપ પાર્ટીમાંથી લડી ચુક્યા છે તે કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકયા છે. સોરઠિયાએ શાળાની 4 વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો વિવાદ સામે આવ્યો છે. જેના બાદ રોષે ભરાયેલા વાલીઓએ ફરિયાદ કરતા ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો. ફરિયાદના આધારે પોલીસે પ્રિન્સિપાલ રાકેશ કોઠારિયાને સકંજામાં લેતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

મહત્વનું છે કે સરસ્વતિ શિક્ષણ સંસ્થા રાજકોટના વોર્ડ નંબર 17માં આવે છે. આરોપી રાકેશ સોરઠિયા આપ પાર્ટીના નેતા હોવા સાથે કોર્પોરેશન ચૂંટણી પણ લડી ચૂકયા છે. એક પ્રિન્સિપાલના હોદ્દા પર રહેલ રાકેશ સોરઠિયાએ વિદ્યાર્થીઓની છેડતી કરી શિક્ષણ જગતને કલંકિત કર્યું છે. રાકેશ સોરઠિયાની શાળાની મંજૂરીને લઈને ભાજપે સવાલ ઉઠાવ્યા હતા કે જ્યાં પ્રિન્સિપાલ જ ગેરરીતિ આચરતો હોય તો તેવી શાળાને કેવી રીતે મંજૂરી આપવામાં આવી. પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા વિરુદ્ધ અગાઉ પણ મહિલાની છેડતીનો આરોપ લાગેલો છે. રાકેશ સોરઠિયા વિરુદ્ધ વિદ્યાર્થીઓની છેડતી મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…