Suicide/ અરવલ્લીમાં સાસુ-સસરાનાં ત્રાસથી મહિલાએ કર્યો આપઘાત

ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ઘર કંકાસનાં કારણમે અવાર-નવાર મહિલાઓ પોતાનો જીવવન ટૂંકાવી દેતી હોય છે….

Gujarat Others
Untitled 82 અરવલ્લીમાં સાસુ-સસરાનાં ત્રાસથી મહિલાએ કર્યો આપઘાત

@સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી

ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ઘર કંકાસનાં કારણમે અવાર-નવાર મહિલાઓ પોતાનો જીવવન ટૂંકાવી દેતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાથી સામે આવી છે. જેમા પ્રેમ લગ્ન કરેલી મહિલાએ પોતાના સાસુ, સસરા અને જેઠનાં માનસિક ત્રાસથી પોતાનુ જીવન ટૂંકાવ્યુ છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાનાં ભિલોડનાં માંકરોડા રાત્રીનાં સમયે એક મહિલા એ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે ત્યારે આ મહિલા એ ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે લગ્ન કર્યા બાદ મહિલાને સાસરીમા પોતાના સાસુ સસરા અને જેઠ માનસિક ત્રાસ આપતા હતા ત્યારે મહિલા એ પોતાના મકાનના બીજા માળે પોતાના બેડરૂમમાં જઈને પંખે પોતાનો દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવી દીધું છે.

ત્યારે તુપ્તિ બેન મહિલાના સાગા એ ભિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે અરવલ્લી જિલ્લા માઆપઘાત ના બનાવો વધવા લાગ્યા છે ત્યારે જો વાત કરીએ તો છેલ્લા 2 મહિના મા 15 થી વધુ લોકો એ જીવન ટૂંકાવ્યા છે ત્યારે લોકોની માંગ છેકે અરવલ્લી પોલીસ ધ્વરા યોગ્ય કામગીરી કરવામા આવે અને લોકોને ન્યાય મળે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો