Election/ ગોમતીપુર વોર્ડમાં AIMIMએ હત્યાના આરોપીને બનાવ્યો ઉમેદવાર ,કેવી રીતે કરશે જનતાનું કલ્યાણ.?

ચૂંટણી આવે એટલે સમાજસેવકો રાતોરાત ઉભા થઇ જાય તે સ્વભાવિક છે.,અને તેમાં કંઇ ખોટું પણ નથી, કારણ કે આજકાલ સમાજને સાચાસેવકની જરૂર છે. પણ સવાલ એ છે કે રાતોરાત ઉભો થતો એ સમાજસેવક સાચો હોય,હોશિયાર હોય અને લોકોની ખરેખર સેવા જ કરે તે પણ એટલું જરૂરી છે. અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે.રાજકારણના જૂના […]

Ahmedabad Gujarat
150259941 2934360720184063 950410144773677742 o e1613727215747 ગોમતીપુર વોર્ડમાં AIMIMએ હત્યાના આરોપીને બનાવ્યો ઉમેદવાર ,કેવી રીતે કરશે જનતાનું કલ્યાણ.?
ચૂંટણી આવે એટલે સમાજસેવકો રાતોરાત ઉભા થઇ જાય તે સ્વભાવિક છે.,અને તેમાં કંઇ ખોટું પણ નથી, કારણ કે આજકાલ સમાજને સાચાસેવકની જરૂર છે. પણ સવાલ એ છે કે રાતોરાત ઉભો થતો એ સમાજસેવક સાચો હોય,હોશિયાર હોય અને લોકોની ખરેખર સેવા જ કરે તે પણ એટલું જરૂરી છે.
58438446 e1613726704445 ગોમતીપુર વોર્ડમાં AIMIMએ હત્યાના આરોપીને બનાવ્યો ઉમેદવાર ,કેવી રીતે કરશે જનતાનું કલ્યાણ.?
અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે.રાજકારણના જૂના જોગીઓથી માંડીને નવા નિશાળીયા ચૂંટણીના જંગમાં કૂદી પડ્યા છે.તેમાં આ વખતે ઇતિહાસમાં પહેલીવાર કોર્પોરેશનની ચૂંટણીઓથી ગુજરાતમાં AIMIMની એન્ટ્રી થઇ છે.તેની સાથે કોઇ રાજકીય પાર્ટી કે કોઇ વ્યક્તિને વાંધો નથી કારણ કે લોકોને વિકલ્પ મળે તે જરૂરી છે.પણ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી જાહેરસભામાં જે રીતે ઔવેસી ગર્જયા હતા તેના કરતાં ગુજરાતમાં તેમની પાર્ટીની ગતિવિધી કંઇક અલગ જોવા મળી છે.
11838549 1652876361665845 7413490989081015527 o ગોમતીપુર વોર્ડમાં AIMIMએ હત્યાના આરોપીને બનાવ્યો ઉમેદવાર ,કેવી રીતે કરશે જનતાનું કલ્યાણ.?
કારણ કે અમદાવાદના અનેક વોર્ડમાં AIMIMએ ગુનાહીત ઇતિહાસ ધરાવતા બાહૂબલીઓને મેદાને ઉતારી દીધા છે.જેમના પર હત્યા જેવા ગંભીર ગુનાનો આરોપ છે. આ સિલેક્શન જ પાર્ટીની માનસિકતા બતાવે છે કે આજકાલ રાજકારણનું સ્તર કેટલું ઉતરી ચૂકયું છે.કારણ કે જે પાર્ટીમાં એક હત્યાનો આરોપી ઉમેદવાર બની જાય છે ત્યારે તે પાર્ટીની લોકોમાં કેટલી વિશ્વસનિયા પેદા કરશે કે લોકોમાં ભય ઉભો કરશે તે એક મોટો સવાલ છે.અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં આવા જ AIMIMના ઉમેદવાર અલ્તાફખાન પઠાણ ઉૂફે અલ્તાફ બાસીની AIMIM પસંદગી કરી છે.
150259941 2934360720184063 950410144773677742 o ગોમતીપુર વોર્ડમાં AIMIMએ હત્યાના આરોપીને બનાવ્યો ઉમેદવાર ,કેવી રીતે કરશે જનતાનું કલ્યાણ.?
જેની કહાની વાંચ્યા પછી તમે જ નકકી કરી શકશો કે તેની છબી કેટલી ચોખ્ખી છે.અને તેમને મત આપીને પ્રજા સુખનો સંતોષ કરશે કે પોતાની જાતે ભયનું દુખ ઉભુ કરશે. આજથી ત્રણ વર્ષ પહેલાં ગોમતીપુરમાં એક મામુલી તકરારમાં થયેલા ચાર રાઉન્ડ ફાયરીંગમાં એક વ્યક્તિનો જીવ લેવાઇ ગયો હતો.અને તેમાં જે વ્યક્તિનું નામ સામે આવ્યુ હતુ તે છે હાલના AIMIM ઉમેદવાર અલ્તાફખાન પઠાણ.
એટલું જ નહી તેમની સામે તપાસ બાદ ગોમતીપુર પોલીસે જ હત્યાનો ગુનો નોંધતા તેઓ બે મહિના સુધી અન્ડગ્રાઉન્ડ થઇ ગયા હતા. ખુબ લાંબો સમય આવી રીતે વિતાવ્યા બાદ છેલ્લે તેમણે વકીલ મારફતે કોર્ટમાં સરેન્ડર કર્યુ હતું.અને લાંબા સમયથી વધારે સમયનો જેલવાસ પણ ભોગવ્યો છે.એવુ નથી કે અલતાફભાઇની આ એક  જ કહાની છે તેમની સાથે હત્યા સિવાય ધાકધમકી અને મારામારીના પણ અનેક કેસ  પોલીસના ચોપડે બોલે છે.પોલીસની ભાષામાં જો વાત કરીએ તો તેમને નેતા નહી પણ એક હિસ્ટ્રીશીટર જરૂર આપણે કહી શકીએ.આ હકીકત કોઇ અભણ વ્યક્તિ પણ સમજી શકે તેમ છે કે આવો ગુન્હાહીત માનસ ધરાવતો ઉમેદવાર જો ખરેખર ગોમતીપુર જેવા વિસ્તારનો નેતા બની જશે તો જનતાને કેવી ટ્રીટમેન્ટ આપશે.?
149549307 2934360610184074 1960881505844543903 o ગોમતીપુર વોર્ડમાં AIMIMએ હત્યાના આરોપીને બનાવ્યો ઉમેદવાર ,કેવી રીતે કરશે જનતાનું કલ્યાણ.?
જો કે જનતા પણ હવે ઘણી હોશિયાર છે તેમને આવા હીસ્ટ્રીશીટરો નહી પણ સમાજસેવાની હિસ્ટ્રી બનાવે તેવા લોકોની જરૂર છે. પણ ફરી એકવાર સવાલ ત્યાં જ ઉભો થઇ રહયો છે કે,એક નેશનલ લેવલની પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી સાથે જ આવા ઉમેદવારોની પસંદગી કરીને જાણે કે ગુજરાતમાં શું અંધાધૂંધી ફેલાવવાનો કોન્ટ્રાક્ટ લીધો છે.?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ