વિધાનસભા/ બંગાળમાં ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે વિધાનસભા સદનમાંથી વોકઆઉટ થયા

તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને જંગી બહુમતી મળી હતી, જ્યારે ભાજપે 77  બેઠકો મેળવી હતી.

Top Stories
wb બંગાળમાં ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે વિધાનસભા સદનમાંથી વોકઆઉટ થયા

શુક્રવારે પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ આ પ્રથમ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યો હતો તેમાં વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યઓ  રાજકિય હિંસા મામલે ભારે હંગામો કર્યો હતો અને ભારત માતા કી જય અને શ્રી રામના સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ વિધાનસભા સદનમાથી વોકઆઉટ થઇ ગયા હતા. વિરોધ પક્ષના નેતા શુભેદ્દુ અધિકારીએ જણાવ્યું હતું કે બંગાળમાં હિંસા એક મોટો મુદ્દો છે તેને આખરી લડત સુધી લઇ જવામાં આવશે,

આ અગાઉ રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વિધાનસભાની બહાર સામ-સામે જોરદાર પ્રહાર કર્યા હતા. આક્ષેપો અને કડવાશને એક બાજુ મૂકીને બંનેએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને એસેમ્બલી તરફ પ્રયાણ કર્યું હતું તાજેતરમાં જ મમતા બેનર્જીએ જૈન હવાલા કેસમાં રાજ્યપાલ જગદીપ ધનકડને ભ્રષ્ટાચારી અને આરોપી ગણાવ્યા હતા, જ્યારે રાજ્યપાલે આ આરોપોને ખોટા ગણાવીને મુખ્ય પ્રધાન પર પ્રહાર કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને જંગી બહુમતી મળી હતી, જ્યારે ભાજપે 77  બેઠકો મેળવી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે માત્ર 3 ધારાસભ્યો હતા. વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીને હરાવી ચૂકેલા શુભેન્દુ અધિકારીને ભાજપ દ્વારા વિપક્ષી નેતા બનાવવામાં આવ્યા છે.