Not Set/ બિહારમાં ગુંડારાજ, ધોળા દિવસે બેંકમાંથી લાખો રૂપિયાની લુંટ થઈ

બિહારમાં વૈશાલી જિલ્લાના હાજીપુર ખાતે આવેલી એચડીએફસી બેંકની બ્રાંચમાંથી 1.19 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. જાણવા મળ્યા મુજબ બાઈક પર સવાર 5 બદમાશોએ આ લૂંટને અંજામ આપ્યો હતો અને લૂંટ બાદ તેઓ હથિયાર લહેરાવતા ફરાર થઈ ગયા હતા. આ અંગે જાણ થયા બાદ શહેરમાં ભારે હડકંપ મચી ગયો હતો અને પોલીસે નાકાબંધી કરીને આરોપીઓની તપાસ […]

India
robbery.jpg1 બિહારમાં ગુંડારાજ, ધોળા દિવસે બેંકમાંથી લાખો રૂપિયાની લુંટ થઈ

બિહારમાં વૈશાલી જિલ્લાના હાજીપુર ખાતે આવેલી એચડીએફસી બેંકની બ્રાંચમાંથી 1.19 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. જાણવા મળ્યા મુજબ બાઈક પર સવાર 5 બદમાશોએ આ લૂંટને અંજામ આપ્યો હતો અને લૂંટ બાદ તેઓ હથિયાર લહેરાવતા ફરાર થઈ ગયા હતા. આ અંગે જાણ થયા બાદ શહેરમાં ભારે હડકંપ મચી ગયો હતો અને પોલીસે નાકાબંધી કરીને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી હતી.

 

જાણવા મળ્યા મુજબ બેંક ખુલી તેના થોડા સમય બાદ બદમાશો બ્રાંચમાં ઘૂસી ગયા હતા અને તેમણે હથિયારો બતાવીને તમામ કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. તપાસમાં કુલ 5 બદમાશોએ લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે અને તેઓ ફરાર થઈ ગયા ત્યાર બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

આ સનસનીખેજ લૂંટ બાદ બેંકની બ્રાંચના મુખ્ય દરવાજાને બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ મીડિયાની એન્ટ્રી પણ પ્રતિબંધિત કરી દેવાઈ છે. પોલીસના કહેવા પ્રમાણે લૂંટ બાદ શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે.

પોલીસના કહેવા પ્રમાણે સીસીટીવી ફુટેજ દ્વારા આરોપીઓના દેખાવની માહિતી મળી છે અને તેના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે ખૂબ ઝડપથી આરોપીઓ સુધી પહોંચી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.