Not Set/ વીડિયો વાયરલઃ છોટાઉદેપુરમાં ધારાસભ્ય સુખરામભાઇ રાઠવાને કાર્યકરે ખભા પર બેસાડી નૃત્ય કર્યું

સુખરામભાઇ રાઠવા આ વિસ્તારના આદિવાસીઓ સાથે હોળી-ધુળેટીના પર્વની નાચગાન સાથે ઉજવણી કરતો હોય તેવો વીડિયો કવાંટના ગોડધા ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Others
WhatsApp Image 2021 03 29 at 6.51.42 PM વીડિયો વાયરલઃ છોટાઉદેપુરમાં ધારાસભ્ય સુખરામભાઇ રાઠવાને કાર્યકરે ખભા પર બેસાડી નૃત્ય કર્યું

સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટા ઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા ગામોમાં હોળીના પર્વ પર પરંપરાગત રીતે  ઘેરૈયાઓ એ નૃત્ય કર્યું. આદિવાસી  વિસ્તારના ઘેરૈયાઓ વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે, અહી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી તેઓ ધામધુમથી મનાવે છે.  આદિવાસી સમાજ માનતાઓમાં ખુબ માને છે. ચૂલ એટલેકે સળગતા અંગારા પર ચાલવાની તેમજ ઘેર ઉઘરાવવાણી માનતા, ગોળ ફળીયાના મેળામા ગોળ ફરવાની માનતા તેઓ હોળી ધૂળેટીના પર્વ દરમિયાન પૂરી કરતાં હોય છે.

WhatsApp Image 2021 03 29 at 6.51.42 PM 1 વીડિયો વાયરલઃ છોટાઉદેપુરમાં ધારાસભ્ય સુખરામભાઇ રાઠવાને કાર્યકરે ખભા પર બેસાડી નૃત્ય કર્યું

પર્વો દરમિયાન ઘેરૈયાઓ તેમજ કેટલાક આદિવાસીઓ ઢોલ,તાંસા રંગ બેરંગી પારંપારિક પોશાક તેમજ કેડ પર ઘૂઘરા બાંધીને નૃત્ય કરતાં હોય તેની કઈક અલગ જ છાપ ઊભી થતી હોય છે.

WhatsApp Image 2021 03 29 at 6.51.41 PM વીડિયો વાયરલઃ છોટાઉદેપુરમાં ધારાસભ્ય સુખરામભાઇ રાઠવાને કાર્યકરે ખભા પર બેસાડી નૃત્ય કર્યું

આવા જ એક હોળી નૃત્યમાં પાવીજેતપુર મત વિસ્તારના ધારાસભ્ય સુખરામ રાઠવાને કાર્યકરે ખભા પર બેસાડી નાચ ગાન કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે.  સુખરામભાઇ રાઠવા આ વિસ્તારના આદિવાસીઓ સાથે હોળી-ધુળેટીના પર્વની નાચગાન સાથે ઉજવણી કરતો હોય તેવો વીડિયો કવાંટના ગોડધા ગામનો હોવાનું જાણવા મળ્યું છે.