Dahod/ દાહોદમાં અચાનક ઘરમાં લાગી ભીષણ આગ, બે માસૂમ બાળકો જીવતા ભૂંજાયા

દાહોદ જિલ્લાના જલાઈ ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં ઘરમાં રમતા બે નાના બાળકોના મોત થયા હતા.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 05 16T191244.494 દાહોદમાં અચાનક ઘરમાં લાગી ભીષણ આગ, બે માસૂમ બાળકો જીવતા ભૂંજાયા

Dahod: દાહોદ જિલ્લાના જલાઈ ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં ઘરમાં રમતા બે નાના બાળકોના મોત થયા હતા. માસુમ બાળકોના મોત બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, દાહોદ જીલ્લાના ફતેહપુર તાલુકાના જલાઈ ગામે ભરબપોર અચાનક કાચા મકાનમાં આગ લાગી હતી. જો કે, કમનસીબે, 4 વર્ષની પુત્રી અને 2 વર્ષનો પુત્ર આગમાં ફસાઈ ગયા હતા. ઘરમાં આગ લાગવાની આ ઘટનામાં બે બાળકોના કરૂણ મોતથી પરિવાર સહિત સમગ્ર પંથક ઘેરા શોકમાં છે.

આગ લાગવાની ઘટનામાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.આ અંગે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ DYSP સહીત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો. જોકે, હાલ તો આગ લાગવા કારણ અકબંધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીબીએસઈનું 10મા ધોરણનું 93.60 ટકા પરિણામ

આ પણ વાંચો:CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું સંચાલન