Vaccination/ ડીસામાં 60 તબીબોએ કોરોના વિરોધી રસી લીધી, જાણો ડોક્ટરે શું કહ્યુ?

ભારતમાં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાનને બે દિવસ થઈ ચૂક્યા છે અને બે દિવસ દરમિયાન પ્રથમ તબકકામાં 2.50 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વોરિયરને રસી આપવામાં આવી છે….

Gujarat Others
sssss 94 ડીસામાં 60 તબીબોએ કોરોના વિરોધી રસી લીધી, જાણો ડોક્ટરે શું કહ્યુ?

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

ભારતમાં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાનને બે દિવસ થઈ ચૂક્યા છે અને બે દિવસ દરમિયાન પ્રથમ તબકકામાં 2.50 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વોરિયરને રસી આપવામાં આવી છે. સરકારનાં ઉમદા અભિગમ અંતર્ગત ડીસાનાં તબીબોને લઇને રસી આપવાનો કાર્યક્રમ મંગળવારે ડો. હરસુખ શાહ આઈએમએ ભવન ખાતે યોજાયો હતો.

sssss 95 ડીસામાં 60 તબીબોએ કોરોના વિરોધી રસી લીધી, જાણો ડોક્ટરે શું કહ્યુ?

આ રસીકરણ કાર્યક્રમમાં શહેરનાં જાણીતા 60 જેટલા તબીબોને પ્રવર્તમાન કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈએમએનાં પ્રમુખ ડો. હેતલ ગોહિલ દ્વારા સામાન્ય પ્રજાને સંદેશ આપતા જણાવાયું હતું કે, આ કોરોના રસી ખૂબ જ અસરકારક અને સુરક્ષિત છે. જેથી કોઈએ ખોટી અફવાઓ પ્રત્યે ધ્યાન આપવું નહિ અને સરકારનાં આ અભિયાનમાં સંપૂર્ણ સાથ આપવાનો પણ અનુરોધ કર્યો હતો.

sssss 96 ડીસામાં 60 તબીબોએ કોરોના વિરોધી રસી લીધી, જાણો ડોક્ટરે શું કહ્યુ?

આ રસીકરણ કાર્યક્રમનાં અંતમાં ડો.મોના ગાંધી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા આરોગ્ય પ્રશાસન તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ હરિયાણીનો આભાર માન્યો હતો.

Rajkot: સુસાઇડ કે હત્યા ? રાજકોટમાં ઝાડ પર લટકતી જોવા મળી યુવકની લાશ…

Rajkot: 6 મહિનાથી રૂમમાં બંધ હતી એક શિક્ષિત યુવતી, બહાર કઢાતા સારવાર…

Ahmedabad: શહેરમાં વધ્યું નશાનું સેવન, ક્રાઇમ બ્રાંચે કબ્જે કર્યો એમડી …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો