Video/ ગોંડલમાં 2 શખ્સો સગીરાને છરી બતાવી આચર્યું દુષ્કર્મ, આપી હતી આવી ધમકી

બંને શખ્સો દ્વારા છરી બતાવીને સાતથી આઠ માસ દરમિયાન દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના સીટી  પીઆઈ સંગાડાએ આખા મામલાની તપાસ હાથ ધરી છે.

Videos
a 73 ગોંડલમાં 2 શખ્સો સગીરાને છરી બતાવી આચર્યું દુષ્કર્મ, આપી હતી આવી ધમકી
  • ગોંડલમાં સગીરા પર દુષ્કર્મ
  • 2 શખ્સો સામે સગીરાએ કરી ફરિયાદ
  • ધાકધમકીથી ઘણીવાર કર્યું દુષ્કર્મ
  • છેલ્લા 7-8 માસ દરમિયાન થયું દુષ્કર્મ
  • ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બે શખ્સોએ સગીરા પર અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગોંડલ પોલીસ સ્ટેશનમાં  નોંધાય છે. આ બંને શખ્સો દ્વારા છરી બતાવીને સાતથી આઠ માસ દરમિયાન દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના સીટી  પીઆઈ સંગાડાએ આખા મામલાની તપાસ હાથ ધરી છે.

ગોંડલના ભગવતપરામાં રહેતી સગીરાને પાડોશમાં જ રહેતા નાઝીર સમીરભાઇ શાહમદાર (ઉં.વ. 35) અને સમીર નામના બે શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા સાત-આઠ મહિના સુધી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકમાં સગીરાની માતાએ નોંધાવતા પોલીસે IPC કલમ 376, 506, 2, 114 અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ PI સંગાડાએ હાથ ધરી છે.

આ પણ વાંચો: કાબુલમાં હાઈસ્કૂલ પાસે ત્રણ વિસ્ફોટ, અનેકના મોતની આશંકા