રાજકોટ/ ગોંડલમાં પતિના ત્રાસથી મહિલાએ કર્યું અગ્નિસ્નાન, સારવાર દરમિયાન થયું મોત

ગોંડલના ગુંદાળા ગામે પતિના ત્રાસથી ચાર દિવસ પૂર્વે સળગી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું…

Gujarat Rajkot
અગ્નિસ્નાન
  • ગુંદાળામાં મહિલાના અગ્નિસ્નાનનો મામલો
  • પતિના ત્રાસથી કર્યુ હતું અગ્નિસ્નાન
  • સારવાર દરમિયાન મહિલાનું મોત
  • પોલીસ દ્વારા પતિ સામે કાર્યવાહી

રાજકોટના ગોંડલમાં આવેલા ગુંદાળા ગામે પતિના ત્રાસથી અગ્નિસ્નાન કરનાર મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આરોપી પતિ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગુંદાળા ગામમાં રહેતા ભારતી બહેને પતિના ત્રાસથી કંટાળી ઘરમાં જ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે આજરોજ સારવાર દરમિયાન તેમનુ મોત થયું હતું.

આ પણ વાંચો : વડોદરામાં ગ્રીષ્મા કેસ વાળી ઘટના થતા અટકી, અહીં પણ યુવકે યુવતીનું ગળું કાપી પીધી દવા

ગોંડલના ગુંદાળા ગામે પતિના ત્રાસથી ચાર દિવસ પૂર્વે સળગી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું આ બનાવમાં પોલીસે આરોપી પતિ સામે આપઘાતની ફરજ પાડવાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતી ભારતીબેન મહેશભાઈ ડાભી (ઉ.વ.34) નામની મહિલા ગત તા.12ના પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ગોંડલ તાલુકા પોલીસે નિવેદન લેવા જતાં ગીતાબેને તેનો પતિ મહેશ અવાર નવાર દારૂ પી ત્રાસ આપતો હોય અને બનાવના દિવસે પણ ગેસના બાટલા બાબતે દંપત્તિ વચ્ચે માથાકૂટ થતાં લાગી આવતા તેણે જાત જલાવી લીધાનું જણાવતા ગોંડલ તાલુકા પોલીસે પતિ સામે ત્રાસનો ગુનો નોંધી મહિલા પોલીસને તપાસ સોંપી હતી.

રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભારતીબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી કરી મહિલા પોલીસ મથકના પીએસઆઇ એ આરોપી પતિ સામે મરવા મજબૂર કર્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો :નડિયાદના સંતરામ મંદિરમાં સાકારવર્ષા કરવામાં આવી, હજારો ભાવિકો આવ્યા દર્શનાર્થે

આ પણ વાંચો :કિશન ભરવાડની હત્યા કેસના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

આ પણ વાંચો :ચુડાના નવી મોરવાડ ગામે રેશનિંગની દુકાનમાં ઘંઉ, ચોખા અને કેરોસીનની ચોરી

આ પણ વાંચો :માહિતી કર્મયોગીઓનો ‘લેખન કૌશલ્ય’ વિષયક એક દિવસીય પરિસંવાદ સંપન્ન