Gujarat reservoirs/ ગુજરાતમાં સીઝનના 43 ટકા વરસાદમાં 200 જળાશયો 70 ટકા ભરાયા

રાજ્યમાં સીઝનનો 43 ટકા વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આટલા વરસાદમાં રાજ્યના કુલ 208માંથી 200 જળાશયો 70 ટકા ભરાઈ ચૂક્યા છે. જ્યારે 37 જળાશય 90 ટકાથી ઉપર ભરાતા હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Gujarat reservoir ગુજરાતમાં સીઝનના 43 ટકા વરસાદમાં 200 જળાશયો 70 ટકા ભરાયા

રાજ્યમાં સીઝનનો 43 ટકા વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આટલા વરસાદમાં રાજ્યના કુલ 208માંથી 200 જળાશયો 70 ટકા ભરાઈ ચૂક્યા છે. જ્યારે 37 જળાશય 90 ટકાથી ઉપર ભરાતા હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 13 જળાશય 80 થી 90 ટકા ભરાતાં એલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યના 15 જળાશય 70 થી 80 ટકા સુધી ભરાયા છે. સરદાર સરોવર 58.08 ટકા ભરાયો છે.
રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.26 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 164 મિ.મી. અને રાજકોટના કોટડાસાંગાણીમાં 150 મિ.મી. એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય પાંચ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ, બે તાલુકાઓમાં ચાર ઇંચ, દસ તાલુકાઓમાં ત્રણ ઇંચ, 28 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 59 તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 147 મિ.મી., કચ્છના અબડાસામાં 132 મિ.મી., બનાસકાંઠાના સુઈગામમાં 130 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 128 મિ.મી., રાજકોટના ઉપલેટામાં 126 મિ.મી., સાબરકાંઠાના તલોદમાં 119 મિ.મી., અને જુનાગઢના વંથલીમાં 105 મિ.મી., મળી કુલ પાંચ તાલુકાઓમાં સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલો છે. જયારે સાબરકાંઠા તલોદ 119 મિ.મી., અને જુનાગઢજિલ્લાના વંથલી તાલુકામાં 105 મિ.મી., એમ સરેરાશ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના અન્ય કુલ 10 તાલુકાઓમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં 97 મિ.મી., રાજકોટના ગોંડલમાં અને બોટાદના બરવાળામાં 89 મિ.મી., સુરેન્દ્રનગરના ચોટીલામાં 88 મિ.મી., બોટાદના ગઢડામાં 83 મિ.મી., જૂનાગઢના કેશોદ અને બનાસકાંઠાના વડગામમાં 82 મિ.મી., કચ્છના રાપરમાં, ખેડાના નડિયાદમાં અને મહેસાણાના કડીમાં 76 મિ.મી., વરસાદ નોંધાયો છે.
28 તાલુકાઓમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં 74 મિ.મી., વલસાડના વાપીમાં 73 મિ.મી., જુનાગઢના માંગરોળ, રાજકોટમાં અને બનાસકાંઠાના દાંતીવાડામાં 72 મિ.મી., વલસાડના કપરાડા અને અરવલ્લીના ધાનસુરામાં 70 મિ.મી., પાટણના સિદ્ધપુરમાં 69 મિ.મી., રાધનપુરમાં 66 મિ.મી., રાજકોટના જામકંડોરણા, ધોરાજી અને અરવલ્લીના બાયડમાં 64 મિ.મી., રાજકોટના જેતપુરમાં 63 મિ.મી., જૂનાગઢના માળીયા હાટીનામાં 62 મિ.મી., જુનાગઢમાં 58 મિ.મી., જુનાગઢ શહેરમાં 58 મિ.મી., જુનાગઢના મેંદરડામાં 57 મિ.મી., આણંદના ખંભાતમાં અને મહેસાણાના સતલાસણામાં 56 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં અને મોરબીમાં 55 મિ.મી., ખેડાના કપડવંજમાં 54 મિ.મી., મહિસાગરના વીરપુરમાં 53 મિ.મી., રાજકોટના જસદણમાં અને બનાસકાંઠાના પાલનપુરમાં 52 મિ.મી., આણંદના પેટલાદમાં 51 મિ.મી., અને વલસાડના ધરમપુર અને બનાસકાંઠાના દાંતામાં 50 મિ.મી., એમ કુલ 28 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય 59 તાલુકાઓમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.

 

આ પણ વાંચોઃ China-Kindtergardenattack/ ચીનમાં નર્સરી સ્કૂલ પર હુમલામાં છના મોત અને એક ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ US NATO Help Ukraine/ યુક્રેનને તાત્કાલિક નાટોનું સભ્ય બનાવવા પર યુએસ અને યુકે વચ્ચે મતભેદ, સમિટમાં લેવામાં આવશે નિર્ણય

આ પણ વાંચોઃ Heavy Rain Effect/ આકાશી આફત સામે માનવી લાચાર… 15 ફોટામાં જુઓ પહાડોથી મેદાનો સુધી તબાહીનું પૂર

આ પણ વાંચોઃ Jaishankar Nomination/ ભાજપના ઉમેદવાર એસ જયશંકરે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ

આ પણ વાંચોઃ Himachal Pradesh Flood/   ‘કેદારનાથ’નો પડછાયો હિમાચલ પર છવાઈ ગયો! 10 વર્ષ પછી ઘેરાયા ‘સંકટ’ના વાદળો, જાણો કારણ