રોગચાળો/ ગુજરાતમાં 57,677 પશુઓ લમ્પીની ઝપેટમાં,1639 પશુઓના મોત,જાણો

લમ્પી વાયરસ ફેલાતા રાજ્યમાં ગાય સહિતના પશુઓના મોત થઇ રહ્યા છે, આ રોગચાળાથી સૈાથી વધારે ગાય પ્રભાવિત થઇ રહી છે   છેલ્લા 24 કલાકમાં 7 જિલ્લામાં 74 પશુના મોત થયા છે

Top Stories Gujarat
જૂનાગઢ જિલ્લામાં લંપી વાઇરસથી ગાય જેવા પશુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આવી ગાયોના શિકાર કરવાથી લંપી વાઇરસ સિંહોમાં

લમ્પી વાયરસ ફેલાતા રાજ્યમાં ગાય સહિતના પશુઓના મોત થઇ રહ્યા છે, આ રોગચાળાથી સૈાથી વધારે ગાય પ્રભાવિત થઇ રહી છે   છેલ્લા 24 કલાકમાં 7 જિલ્લામાં 74 પશુના મોત થયા છે. કચ્છમાં એક જ દિવસમાં 54 પશુઓએ જીવ ગુમાવ્યો છે. 20 જિલ્લામાં કેસ મળ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1639 પશુઓના મોત થઈ ચૂક્યા છે. 57,677 પશુઓમાં રોગ જોવા મળ્યો છે અને 41065 પશુઓ સ્વસ્થ થયા છે.

ઉલ્લેખનીય છે કે કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી. પંચમહાલ, મહિસાગર, મહેસાણા અને વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે જ્યાં પ્રશાસન દ્વારા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. લમ્પી વાયરસગ્રસ્ત પશુને તાત્કાલિક સારવાર અને માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1962 કાર્યરત છે. રાજ્ય અને વિભાગીય કચેરી કક્ષાએથી સતત મોનિટરીંગ કરી દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે.

20 જિલ્લાના 2189 ગામોમાં કુલ 57677 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળેલ છે, અને તે પૈકી 57677 અસરગ્રસ્ત પશુઓમાંથી ક્ષેત્રિય કચેરીઓમાંથી મળેલ માહિતી અનુસાર 41065 પશુઓ સ્વસ્થ થયેલ છે. અને અન્ય 14973 પશુઓની સારવાર ચાલુ છે.