Not Set/ ભારતમાં 6 દિવસો બાદ આજે નોંધાયા 40 હજારથી ઓછા કેસ, કેરળમાં પણ ઘટ્યું સંક્રમણ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,549 નવા COVID-19 કેસ નોંધાયા છે.

Top Stories India
કેસ

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત 40 હજારથી વધુ કોરોનાનાં કેસ નોંધાઈ રહ્યા હતા. આજે હવે નવા કોરોના કેસોની સંખ્યા ઘટી ગઇ છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,549 નવા કોરોનાનાં કેસ આવ્યા છે અને 422 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી કોરોનાથી દેશનાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય કેરળની વાત કરીએ તો, કેરળમાં છેલ્લા દિવસે સૌથી વધુ 13,984 નવા કેસ નોંધાયા છે. જો કે, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 38,887 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે, એટલે કે ગઈકાલે 8,760 એક્ટિવ કેસ ઘટ્યા હતા.

આ પણ વાંચો – મોટા સમાચાર /  ત્રીજી લહેરની આશંકા વચ્ચે સોમવારે કોરોનાના નવા કેસ 22 નોંધાયા

ભારત સહિત વિશ્વનાં 190 થી વધુ દેશો કોરોનાવાયરસ સંક્રમણથી પ્રભાવિત છે. ભારતમાં આજે કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા ઘણા દિવસોથી 40 હજારની ઉપર આવતા નવા કેસ મંગળવારે ઘટીને 30 હજાર પર આવી ગયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,549 નવા COVID-19 કેસ નોંધાયા છે. આ દરમ્યાન 422 કોરોના સંક્રમિત દર્દીઓનાં મોત થયા છે. દેશમાં કોરોનાનાં કારણે અત્યાર સુધીમાં 4,25,195 લોકોએ જીવ ગુમાવ્યો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 38,887 દર્દીઓ ઠીક થયા છે. વળી, જો આપણે કુલ ઠીક થયેલા લોકોની વાત કરીએ, તો આ આંકડો 3,08,96,354 પર પહોંચી ગયો છે. અત્યારે દેશમાં રિકવરી રેટ 97.38 ટકા છે. છેલ્લા 24 કલાકમાં, ઠીક થયેલા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધારે હતી. જેના કારણે સક્રિય કેસોમાં સારો ઘટાડો થયો છે. અત્યારે દેશમાં 4,04,958 લોકો કોરોનાની સારવાર હેઠળ છે. વળી, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે 2 ટકા રહ્યો છે. દૈનિક પોઝિટિવિટીની વાત કરીએ તો તે પણ 5 ટકાથી નીચે 1.85 ટકા રહ્યો છે. વળી, અત્યાર સુધીમાં 47.85 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવી છે.

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / સાંબા જિલ્લામાં ફરી એક વખત ડ્રોન દેખાયો, તમામ પોલીસ ચોકીઓ અને નાકાઓને એલર્ટ અપાયું

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 17 લાખ 26 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 25 હજાર 195 લોકોનાં મોત થયા છે. સારી વાત એ છે કે, 3 કરોડ 8 લાખ 96 હજાર લોકો ઠીક પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખથી વધુ છે. કુલ 4 લાખ 4 હજાર 958 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે, જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 1.31 ટકા છે. કોરોના એક્ટિવ કેસોની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં આઠમાં સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાનાં સંદર્ભમાં ભારત બીજા નંબરે છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધુ મોત થયા છે.