રાજકોટ/ જસદણના ગામે 5 વર્ષીય બાળકીને ગામના જ યુવાન શખ્સે કર્યા અડપલા, ફરિયાદના આધારે પોલીસે આરોપીને દબોચી લીધો

આ હેવાનિયત અંગે બાળકીએ રડતા-રડતા તેની માતાને જાણ કરતા તેની માતા સહિતના પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બાદમાં બાળકીના પરિવારજનોએ આ મામલે આરોપી

Top Stories Rajkot Gujarat Uncategorized
In Jasdan village, a 5-year-old girl was molested by the youth of the village, based on the complaint, the police nabbed the accused.

જસદણના ગોડલાધાર ગામે રહેતી 5 વર્ષની માસુમ બાળકીને તેના જ ગામના શખ્સે ઘરમાં ઘુસી જઈ એકલતાનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ગોડલાધાર ગામે રહેતો રાહુલ રઘુભાઈ માણકોલીયા(ઉ.વ.21) નામના યુવાને તેમની જ જ્ઞાતિની 5 વર્ષીય બાળકીને તેના જ ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હતા. બાદમાં આરોપી પોતાની હેવાનિયત સંતોષી નાસી ગયો હતો.

આ હેવાનિયત અંગે બાળકીએ રડતા-રડતા તેની માતાને જાણ કરતા તેની માતા સહિતના પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બાદમાં બાળકીના પરિવારજનોએ આ મામલે આરોપી રાહુલ રઘુભાઈ માણકોલીયા નામના નરાધમ શખ્સ વિરુદ્ધ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ લીયાટી.બી.જાની સહિતના સ્ટાફે ગણતરીની કલાકમાં જ આરોપી રાહુલ રઘુભાઈ માણકોલિયાને ઝડપી લઈ જસદણ પોલીસ સ્ટેશન ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, પકડાયેલ આરોપી અને 5 વર્ષીય બાળકી એક જ જ્ઞાતિના છે અને બન્નેના મકાન આજુબાજુમાં આવેલા છે. જેના કારણે આરોપી તે બાળકીના ઘરે અવારનવાર જતો અને એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ તે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. હાલ આ ચકચારી બનાવમાં જસદણ પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ પણ વાંચો:શરતો અને સ્થિતિ!/શિક્ષણને લઈને કરોડો રૂપિયા ખર્ચાયા, ભણશે ગુજરાત જેવા સ્લોગન બોલાયા, પણ શાળાઓની સ્થિતિ કફોડી

આ પણ વાંચો:દુખદ ઘટના/લાલબત્તી સમાન કિસ્સો, ભાવનગરમાં બે માવતરે વ્હાલસોયા દીકરા ગુમાવ્યા

આ પણ વાંચો:Patan News/શિક્ષણજગત માટે લાંછનરૂપ ઘટના, પાટણની આ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી દારૂની બોટલો