Not Set/ જોહનિસબર્ગ વન-ડેમાં પિંક આર્મીએ મેળવ્યો ૫ વિકેટે વિજય, ભારત ૩-૧ આગળ

જોહનિસબર્ગ, જોહનિસબર્ગના વાન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ૫ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે કરો યા મરો સમાન મેચમાં આફ્રિકન ટીમે વિજય મેળવી સીરીઝમાં જીતનું ખાતું ખોલાવ્યું છે. જયારે ચોથી વન-ડેમાં હારનો સામનો કરનારી ભારતીય ટીમ હજુ શ્રેણીમાં ૩-૦થી આગળ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગકરવા ઉતરેલી ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૨૮૯ […]

Sports
જોહનિસબર્ગ વન-ડેમાં પિંક આર્મીએ મેળવ્યો ૫ વિકેટે વિજય, ભારત ૩-૧ આગળ

જોહનિસબર્ગ,

જોહનિસબર્ગના વાન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ચોથી વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ૫ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે કરો યા મરો સમાન મેચમાં આફ્રિકન ટીમે વિજય મેળવી સીરીઝમાં જીતનું ખાતું ખોલાવ્યું છે. જયારે ચોથી વન-ડેમાં હારનો સામનો કરનારી ભારતીય ટીમ હજુ શ્રેણીમાં ૩-૦થી આગળ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગકરવા ઉતરેલી ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૨૮૯ રનનો સ્કોર ખડકયો હતો. ઓપનર શિખર ધવને શાનદાર સદી ફટકારી હતી. ૨૯૦ રનનો ટાર્ગેટનો સામનો કરવા મેદાને ઉતરેલી આફ્રિકન ટીમે ડકવર્થ લુઈસના નિયમ મુજબ ૫ વિકેટે વિજય મેળવ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન ક્લાસેનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. આ સાથે આફ્રિકાની ટીમે પિંક ડ્રેસમાં મેચ ન હારવાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે.

૨૯૦ ૨૯૦ રનનો ટાર્ગેટનો પીછો કરતા પ્રથમ સાત ઓવરમાં ૧ વિકેટે ૪૩ રન ફટકારતા હતા. જો કે ત્યારબાદ વરસાડે મેચમાં દસ્તક લીધી હતી અને ત્યારબાદ મેચ ઘટાડીને આફ્રિકાને ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટને ૨૫.૩ ઓવરમાં ૫ વિકેટે ૨૦૭ રન બનાવી જીત મેળવી હતી. દક્ષિણ આફિકાના વિજયમાં સ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલર અને વિકેટકીપર બેટ્સમેન ક્લાસેનને મહત્વની ભૂમિકા ભજવી હતી. ડેવિડ મિલરે ૨૮ બોલમાં ૩૯ જયારે વિકેટકીપર બેટ્સમેન ક્લાસેને ૨૭ બોલમાં ૪૩ રન ફટકાર્યા હતા. જયારે પ્રથમ ત્રણ વન-ડે મેચમાં તરખાટ મચાવનાર સ્પિનર કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલની જોડી અસફળ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ચોથી વન-ડેમાં આફ્રિકન ટીમ પિંક ડ્રેસમાં જોવા મળશે અને પિંક ડ્રેસમાં આજ સુધી રેકોર્ડ એક પણ મેચ હારી નથી. આફ્રિકન ટીમ દ્વારા મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ઉભી કરવા માટે આ ડ્રેસમાં રમી રહી છે.