Mumbai Incident/ મુંબઈમાં વિક્રોલીના કૈલાશ બિઝનેસ પાર્કમાં સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટી પડવાને કારણે થયેલ અકસ્માતમાં 2ના મોત

મુંબઈના વિક્રોલી પશ્ચિમમાં ભયાકન દુઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. વિક્રોલીમાં ટાટા પાવર હાઉસની નજીકના કૈલાશ બિઝનેસ પાર્કમાં સ્લેબ તૂટી પડવાની ઘટનાનામાં અનેક લોકો ઘાયલ થયા છે.

Top Stories India
Beginners guide to 2024 06 10T095135.723 મુંબઈમાં વિક્રોલીના કૈલાશ બિઝનેસ પાર્કમાં સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટી પડવાને કારણે થયેલ અકસ્માતમાં 2ના મોત

મહારાષ્ટ્ર : મુંબઈના વિક્રોલી પશ્ચિમમાં ભયાકન દુઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. વિક્રોલીમાં ટાટા પાવર હાઉસની નજીકના કૈલાશ બિઝનેસ પાર્કમાં સ્લેબ તૂટી પડવાની ઘટનાનામાં અનેક લોકો ઘાયલ થયા છે. BMCના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 વર્ષના બાળક અને 38 વર્ષના એક વ્યક્તિ સહિત બે લોકોના મોત થયા છે.

આ ઘટના ગઈકાલે રાત્રે મુંબઈના વિક્રોલીમાં બની હતી જ્યારે એક 10 વર્ષનો છોકરો તેના સિક્યુરિટી ગાર્ડ પિતાને ખાવાનું આપવા ગયો હતો અને ભારે વરસાદને કારણે બાળક તેના પિતા સાથે હતો. આ દરમિયાન નિર્માણાધીન ઈમારત (G+5)નો એક ભાગ પિતા-પુત્ર પર પડ્યો, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મૃતકોની ઓળખ નાગેશ રેડ્ડી (38) અને રોહિત રેડ્ડી (10) તરીકે થઈ છે. વિક્રોલી બિઝનેસ પાર્કમાં સ્લેબ પડવાની ઘટના બાદ મુંબઈમાં હાલ શાંતિ છે. આ સમયે વરસાદ પણ થંભી ગયો છે. વરસાદના કારણે શહેરમાં હજુ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા નથી.

બે લોકોના થયા મોત

તમને જણાવી દઈએ કે, 31 મે, 2024ના રોજ વિક્રોલીના કન્નમ્વર નગરમાં સ્લેબ ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા હતા. બીજા માળનો સ્લેબ પહેલા માળે પડતાં આ ઘટના બની હતી. આ ઈમારત ખૂબ જ જૂની હતી અને તેની ખરાબ હાલતને કારણે ઘણા પરિવારો તેમના ઘર છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે કેટલાક લોકો તેમના ફ્લેટ ખાલી કરવાની યોજના બનાવી રહ્યા હતા.

ભારે વરસાદની ચેતવણી

ભારતમાં અત્યારે અનેક સ્થાનો પર ચોમાસાએ દસ્તક દીધી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈમાં સોમવારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન મુંબઈ સહિત રત્નાગિરી, સિંધુદુર્ગ, રાયગઢ, ઔરંગાબાદ, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ અને લાતુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. IMDએ પણ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે.