Gujarat election 2022/ કુતિયાણામાં કાંધલ જ ચાલ્યોઃ ભાજપ, કોંગ્રેસ, આપ અને 11 અપક્ષને હરાવ્યા

સૌરાષ્ટ્રની હાઇપ્રોફાઇલ બેઠક કુતિયાણામાં કાંધલ જાડેજા જ જીત્યો છે. કાંધલ જાડેજા આ વખતે એનસીપીના બદલે સમાજવાદી પાર્ટીમાંથી લડ્યા હતા

Gujarat Gujarat Assembly Election 2022
Kandhal 1 કુતિયાણામાં કાંધલ જ ચાલ્યોઃ ભાજપ, કોંગ્રેસ, આપ અને 11 અપક્ષને હરાવ્યા
  • કાંધલ જાડેજાનો 26,631 મતની સરસાઈથી વિજય
  • કાંધલ આ વખતે એનસીપીના બદલે સપાના બેનર હેઠળ લડ્યો હતો
  • સૌરાષ્ટ્રમાં આપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી હાર્યા

સૌરાષ્ટ્રની હાઇપ્રોફાઇલ બેઠક કુતિયાણામાં કાંધલ જાડેજા જ જીત્યો છે. કાંધલ જાડેજા આ વખતે એનસીપીના બદલે સમાજવાદી પાર્ટીમાંથી લડ્યા હતા. કાંધલ જાડેજા 11 અપક્ષો, ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને હરાવીને જીત્યો છે. તેથી કુતિયાણામાં કાંધલ જ ચાલે તે ઉક્તિ સાચી ઠરી છે. આટલા હરીફોની સામે પણ કાંધલે ગમે તેવી પાતળી સરસાઈથી નહી પણ 26,631 મતથી વિજય મેળવ્યો હતો.

જયારે સૌરાષ્ટ્રમાંથી આપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી હારી ચૂક્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આપના પક્ષપ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ હારી ચૂકયા છે. જ્યારે કુતિયાણામાં કાંધલ જાડેજાએ સળંગ ત્રીજી વખત વિજય મેળવ્યો છે. આપે ગુજરાતમાં ઘણી લાંબી રાજકીય મજલ કાપવી પડે તેમ લાગે છે. ઇશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના પરાજયે દર્શાવ્યું છે કે ગુજરાતમાં આપ ફક્ત હવામાં (સોશિયલ મીડિયા) પર જ છે, જમીન પર નથી.
આપ કદાચ તે ભૂલી ગયું છે કે સોશિયલ મીડિયા પ્રચાર માટે ચાલે, પણ વાસ્તવિક જંગ તો ધરાતલ પર જ લડાય છે. હવે જો આ જંગમાં આટલા સમયથી લડતો કોંગ્રેસ જેવો પક્ષ હથિયાર ટેકવી દેતો હોય તો પછી નવાસવા આવેલા રાજકીય પક્ષ આપનો તો ગજ ક્યાંથી વાગે. આ વિજયની સાથે ગુજરાતમાં ભાજપની ઇલેકશન મશીનરી હજી પણ હેમખેમ છે તે પુરવાર થયુ અને વડાપ્રધાન મોદીની ચાવી વાગતા જ આ મશીનરી વિદ્યુતવેગી ઝડપે ફરવા લાગે છે તે પણ આ પરિણામોએ પુરવાર કર્યુ.

આ પણ વાંચોઃ

Gujarat election 2022/સુરતની કુલ 16 વિધાનસભા બેઠકમાંથી 15માં ભાજપ આગળ

Gujarat election 2022/ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું સૌપ્રથમ પરિણામઃ ધોરાજીથી ભાજપના ડો. મહેન્દ્ર પાડલિયા જીત્યા