Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત , 24 કલાકમાં નવા કેસનો આંકડો થયો આટલો

ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સૌથી વધારે કોરોનાના કેસ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે, ફરી એક વખત મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે.. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા

Top Stories India
corona mh 15 apr મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત , 24 કલાકમાં નવા કેસનો આંકડો થયો આટલો

ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સૌથી વધારે કોરોનાના કેસ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે, ફરી એક વખત મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 58,952 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 278 દર્દીઓના મૃત્યુ થયા છે.આ પહેલા મંગળવારે રાજ્યમાં 60212, સોમવારે 51751 અને રવિવારે સૌથી વધુ  63,294 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 35,78,160 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

Why Maharashtra was not able to check rapid Covid-19 spread | Hindustan  Times

કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે રાજ્યમાં આજે રાત્રે 8 કલાકથી 15 દિવસ માટે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો એક મે સુધી યથાવત રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રાજ્યમાં નવા નિયમોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હોસ્પિટલોમાં ભીડ વધી ગઈ છે. તેવામાં કર્ફ્યૂ લગાવવું જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીને આગ્રહ કરી રહ્યાં છે કે મહારાષ્ટ્રમાં ઓક્સીજનની માંગને પૂરી કરવા માટે તે બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાંથી ઓક્સીજનની આપૂર્તિ માટે સૈન્ય વિમાન મોકલે.

udhhav 4 મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત , 24 કલાકમાં નવા કેસનો આંકડો થયો આટલો

આ ઉપરાંત મુખ્મમંત્રીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઓક્સીજન અને બેડની કમી છે. તથા રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી ગઈ છે. ઠાકરેએ પોતાના ભાષણમાં તે સ્પષ્ટ કર્યુ નથી કે કોરોનાની બીજી લહેર પોતાની પીક પર પહોંચી છે કે નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…