અમદાવાદ/ મેઘાણીનગરમાં પાડોશી યુવક સાથે વાત કરતા જોઇ પતિએ પત્નીની કરી હત્યા

મૂળ રાજસ્થાનની મનિષા નાકુ નિનામા પતિ નાકુ ઉર્ફે નાકો ધીરજમલ નિનામા સાથે મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ઓમપ્રકાશની લાઈન ખાતે રહેતી હતી.

Ahmedabad Gujarat
મેઘાણીનગર

અમદાવાદમાં દિવસેને દિવસ હત્યાના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે આવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર માં એક પતિએ તેની જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં પહેલી વાર જન્મ્યો ટેસ્ટ ટ્યુબ પાડો, દેશમાં સૌપ્રથમ પ્રયોગ

આ મામલે મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનની મનિષા નાકુ નિનામા પતિ નાકુ ઉર્ફે નાકો ધીરજમલ નિનામા સાથે મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ઓમપ્રકાશની લાઈન ખાતે રહેતી હતી. પતિ નાકુ પત્ની મનિષા પર અવારનવાર શકા રાખતો હતો. આ દરમિયાન થોડા સમય પહેલા તેના વિસ્તારમાં રહેતા બળદેવ ઠાકોર સાથે પત્નીને વાત ન કરવા માટે કહ્યું હતું. જો કે, 21મી ઓક્ટોબરે રાતે મનિષા બળદેવ સાથે વાત કરી રહી હતી.

આ દરમિયાન પતિએ થોડા સમય પહેલાં તેના વિસ્તારમાં રહેતા બળદેવ ઠાકોર સાથે પત્નીને વાત ન કરવાનું કહ્યું હતું. જો કે, આ દરમિયાન 21મીના રોજ મોડી રાત્રે મનિષા બળદેવ સાથે વાત કરી રહી હતી. જેથી આ મામલે બન્ને વચ્ચે તકરાર થઇ હતી. ત્યારે ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મૂઢ માર માર્યો હતો. જેથી પેટમાં બરોડ ફાટી જવાથી લોહીનો ભરાવો થઇ ગયો હતો. ત્યારબાદ પત્નીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જો કે, ત્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો :રાજ્યમાં વર્ગ-2ના અધિકારીઓની બદલી,અમદાવાદના મામલતદારની બદલી દ્વારકા કરવામાં આવી

આ મામલે મેઘાણીનગર પોલીસને જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. જ્યાં મેઘાણીનગર પોલીસના જયપ્રકાશ લક્ષમણભાઇ ચૌહાણે આ મામલે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.  નોંધનીય છે કે, પત્ની પર શંકા રાખી પતિ અવાર નવાર ત્રાસ ગુજારતો હતો અને તેમના વચ્ચે અગાઉ પણ આ જ મામલે ઝઘડા થયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી નાકું તેની પત્નીને બનાવની સવારે બળદેવજી ઠાકોર સાથે તેના ઘરમાં વાતચીત કરતા જોઈ ગયો હતો. આ બાબતને લઈ રાતે શંકા રાખી પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થયો તે દરમિયાન નાકુંએ મનીષાબેનને માર મારતાં તેમનંુ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :પેટ્રોલ-ડીઝલ બાદ હવે તહેવારોની સીઝનમાં ફૂલોનાં ભાવમાં થયો તોતીંગ વધારો

આ પણ વાંચો :  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા

આ પણ વાંચો :સુરતમાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા બે સ્કૂલ કરાઇ બંધ