Navsari news/ નવસારીમાં નગરપાલિકાની બેદરકારીએ છ વર્ષની બાળકીનો ભોગ લીધો

નવસારી જિલ્લામાં નગરપાલિકાની બેદરકારીએ એક બાળકીનો ભોગ લીધો છે. બિલિમોરામાં બનેલી આ ઘટનામાં છ વર્ષની બાળકીનું મોત થયું હતું. શુક્રવારે (28મી જૂન) છ વર્ષની બાળકી બપોરના સમયે રમતા રમતા ખુલ્લી ગટરમાં ખાબકી હતી.

Gujarat Surat Breaking News
Beginners guide to 44 3 નવસારીમાં નગરપાલિકાની બેદરકારીએ છ વર્ષની બાળકીનો ભોગ લીધો

Navsari News: નવસારી જિલ્લામાં નગરપાલિકાની બેદરકારીએ એક બાળકીનો ભોગ લીધો છે. બિલિમોરામાં બનેલી આ ઘટનામાં છ વર્ષની બાળકીનું મોત થયું હતું. શુક્રવારે (28મી જૂન) છ વર્ષની બાળકી બપોરના સમયે રમતા રમતા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. આમ નગરપાલિકાની બેદરકારીએ છ વર્ષની બાળકીનો ભોગ લીધો હતો. તેને શોધવા માટે નગરપાલિકાની અને ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે 22 કલાક બાદ અંબિકા નદીમાંથી મૃતદેહ મળ્યો છે.

પોતાની વહાલસોયી દીકરી ગુમાવવાથી કુટુંબીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.ચોમાસામાં ખુલ્લી ગટરથી લોકોને જીવનું જોખમ રહે છે. અગાઉ ખુલ્લી ગટરમાં પડી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. બીલીમોરામાં શુક્રવારે બાળકી ઘરે મોડે સુધી ન આવતા માતા-પિતા તેને શોધવા નીકળ્યો હતા. બાળકી ન મળતા સીસીટીવીની મદદ લેવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું કે, બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ છે. જેમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકી ગરકાવ થતી પણ નજરે ચડે છે.
આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અંતે 22 કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. બાળકીનું નામ શાહીન શેખ જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે ચોમાસામાં ખુલ્લી ગટર જો બંધ હોત તો આજે બાળકી ગટરમાં ખાબકી ન હોત.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો