Not Set/ ન્યૂયોર્કમાં અર્જુન સાથે રજાનો આનંદ લઇ રહી છે મલાઇકા, સોશિયલ મીડિયા પર જાહેર કર્યો તેણે પ્રેમ

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલમાં રજાઓ મનાવવા ન્યૂયોર્કમાં છે. બંન્ને સ્ટાર્સનો ન્યૂયોર્કમાં રજાનો આનંદ માણતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મલાઇકા અને અર્જુન બંન્ને વચ્ચે શું સંબંઘ છે તે વિશે ઘણી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં સાંભળવા મળી હતી. જો કે હવે આ બંન્નેની લવ સ્ટોરી જગજાહેર થઇ […]

Entertainment
maxresdefault 19 ન્યૂયોર્કમાં અર્જુન સાથે રજાનો આનંદ લઇ રહી છે મલાઇકા, સોશિયલ મીડિયા પર જાહેર કર્યો તેણે પ્રેમ

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલમાં રજાઓ મનાવવા ન્યૂયોર્કમાં છે. બંન્ને સ્ટાર્સનો ન્યૂયોર્કમાં રજાનો આનંદ માણતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મલાઇકા અને અર્જુન બંન્ને વચ્ચે શું સંબંઘ છે તે વિશે ઘણી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં સાંભળવા મળી હતી. જો કે હવે આ બંન્નેની લવ સ્ટોરી જગજાહેર થઇ ગઇ છે.

whatsapp img ન્યૂયોર્કમાં અર્જુન સાથે રજાનો આનંદ લઇ રહી છે મલાઇકા, સોશિયલ મીડિયા પર જાહેર કર્યો તેણે પ્રેમ

તાજેતરમાં મલાઇકાએ પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર રાઇટ લવર્સ નામની ઇંસ્ટા સ્ટોરી શેર કરી છે. મલાઇકાએ આ પોસ્ટમાં પોતાના પ્રેમ અર્જુન કપૂરને પણ ટેગ કર્યો છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા અર્જુન કપૂરે એક ફોટો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટથી ઇંસ્ટા સ્ટોરી પર ફેન્સની સાથે શેર કર્યો હતો. આ ફોટોને શેર કરતા અર્જુને લખ્યુ કે, ‘She has my heart…(literally).

arjun ન્યૂયોર્કમાં અર્જુન સાથે રજાનો આનંદ લઇ રહી છે મલાઇકા, સોશિયલ મીડિયા પર જાહેર કર્યો તેણે પ્રેમ

અર્જુન કપૂર પોતાના જન્મ દિવસથી ઠીક એક દિવસ પહેલા મલાઇકાની સાથે ન્યૂયોર્ક વેકેશન પર રવાના થઇ ગયો હતો. જ્યાથી આ બંન્ને સ્ટાર્સનાં અત્યાર સુધીમાં ઘણા ફોટો વાયરલ થઇ ચુક્યા છે. હાલમાં તે પણ કહેવામા આવી રહ્યુ છે કે બંન્ને જલ્દી જ લગ્નનાં બંધનમાં બંધાઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.