અપહરણ/ નાઇજિરીયામાં હુમલાખોરોએ સ્કૂલના 140 વિધાર્થીઓનું અપહરણ કર્યું

કડુના સ્ટેટની બેથેલ બેપ્ટિસ્ટ હાઇસ્કૂલને નિશાના પર લીધી હતી અને પરિસરમાં ગોળીબાર કર્યો હતો. શાળાના શિક્ષક, ઇમેન્યુઅલ પૌલે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓએ 140 વિદ્યાર્થીઓનો અપહરણ કરીને જતાં રહ્યા હતા

World
નાઇજિરીયા નાઇજિરીયામાં હુમલાખોરોએ સ્કૂલના 140 વિધાર્થીઓનું અપહરણ કર્યું

સોમવારે ઉત્તર પશ્ચિમ નાઇજિરીયામાં એક બોર્ડિંગ સ્કૂલમાંથી બંદૂકધારી લોકોએ 140 વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. એક શાળાના અધિકારીએ આ માહિતી આપી હતી.નોંધનીય છે કે અહીં સશસ્ત્ર હુમલો કરનારા ઘણીવાર ગામડાઓ પર હુમલો કરે છે અને લૂંટ ચલાવે છે. અગાઉ તેઓએ ખંડણી માટે પ્રાણીઓનું અપહરણ કરતા હતા. પરંતુ આ વર્ષની શરૂઆતથી જ તેઓએ શાળાઓ અને કોલેજોને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું છે.

મળતી માહિતી મુજબ સોમવારે સવારે હુમલો કરનારાઓએ કડુના સ્ટેટની બેથેલ બેપ્ટિસ્ટ હાઇ સ્કૂલને નિશાન બનાવી હતી અને પરિસરમાં ગોળીબાર કર્યો હતો. શાળાના શિક્ષક, ઇમેન્યુઅલ પૌલે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓએ 140 વિદ્યાર્થીઓનો અપહરણ કરીને જતાં રહ્યા હતા.,  25 વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા હતા. વિદ્યાર્થીઓને કયાં લઇ ગયા  છે તે અંગે અમને  કોઈ જાણકારી નથી. પોલીસ હાલમાં અપહરણકારો અને વિદ્યાર્થીઓની શોધ કરી રહી છે.

કડુના સ્ટેટ પોલીસના પ્રવક્તા મોહમ્મદ જલિગે આ હુમલાની પુષ્ટિ કરી છે. જો કે, તેઓ અપહરણ કરાયેલા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા વિશે વિગતો આપવામાં અસમર્થ હતા. તેમણે જણાવ્યું હતું કે અપહરણકારો પછી રણનીતિક પોલીસ ટીમો મોકલવામાં આવી છે. અમે હજી પણ બચાવ કામગીરી ચલાવી રહ્યા છીએ. પોલીસે જણાવ્યું છે કે તેઓએ અપહરણકર્તાઓથી એક મહિલા શિક્ષક સહિત 26 લોકોને બચાવ્યા છે.