Not Set/ ભાવનગરમાં નાણા પરત આપવા મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, યુવકની હાલત ગંભીર

વ્યાજખોરોનો ત્રાસ આંતકવાદી જેવો હોય છે. ગુજરાતમાં સરકારે વ્યાજખોરો સામે કાયદો બનાવ્યો છે તેમ છતાં વ્યાજખોરોના ત્રાસથી કેટલાય લોકો મોતને વ્હાલું કરી ચુક્યા છે.

Top Stories
A 39 ભાવનગરમાં નાણા પરત આપવા મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, યુવકની હાલત ગંભીર

વ્યાજખોરોનો ત્રાસ આંતકવાદી જેવો હોય છે. ગુજરાતમાં સરકારે વ્યાજખોરો સામે કાયદો બનાવ્યો છે તેમ છતાં વ્યાજખોરોના ત્રાસથી કેટલાય લોકો મોતને વ્હાલું કરી ચુક્યા છે. ત્યારે આવામાં ભાવનગરના પાલીતાણામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભૈરવપરા વિસ્તારમાં સરેઆમ યુવકને પેટ્રોલ છાંટી સળગાવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગરના પાલિતાણામા રહેતો અને છુટક મજુરી કામ કરી ગુજરાન ચલાવતોમહેબૂબ શાહે પાલિતાણામા જ રહેતા અને ગેરકાયદે ઊંચા વ્યાજે નાણાં ધિરધારનો ધંધો કરતાં માથાભારે શખ્સો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધાં હતાં. જેમાં હાલ મહામારી તથા મંદીના કારણે ભોગગ્રસ્ત યુવાન મહેબૂબ સમયસર વ્યાજ તથા મૂળ રકમ ચુકવી ન શકતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.

આ પણ વાંચો :કોરોનાથી પિતાનું મૃત્યુ થતા દીકરીનું હૈયાફાટ રુદન, જાણી તમે પણ રડી પડશો

ગઈ કાલે વ્યાજખોરો ભૈરવપરા મહેબૂબશાને પોતાના ઘરની બહાર ખેંચી લાવ્યા હતા અને પેટ્રોલ છાંટ્યુ હતુ. એટલું જ નહીં પરંતુ સરાજાહેર તેને આગ ચાંપી દીધી હતી.  વ્યાજના લીધેલા નાણા પરત આપવાના મુદ્દે યુવકને સળગાવ્યો છે.

આ યુવાનની વ્હારે રાહદારીઓ દોડી આવ્યા હતા અને આગ ઓલવી પ્રથમ પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલના બન્સૅ વોડૅ માં ખસેડવામાં આવ્યો હતો આ યુવાનનું શરીર 90 ટકાથી વધુ દાઝી ગયું હોય સારવાર કરતાં તબીબો એ યુવાનની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :ગોંડલમાં એક જ પરિવારના 9 સભ્યોને કોરોના પોજીટીવ આવતા ભારે ફફડાટ ફેલાયો

હોસ્પિટલના બિછાનેથી યુવક કહે છે કે, લાલો કાઠી અને બીજા એક જણાએ મને બહાર બોલાવ્યો અને પછી પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી ભાગી ગયાય. યુવક રડતા રડતા કહે છે કે મને બહુ લાય બળે છે. યુવતના ફોટા અહીં મૂક ન શકાય તેટલા ખરબા છે. પોલીસે જ્યારે પૂછ્યુ કે તમારી પાસે ફોન નથી તો યુવક કહે એ 5000ના 40000 કર્યા. મારી પાસે ફોન નથી. તેમણે ગીરવે લઈ લીધો છે.

આ પણ વાંચો :કચ્છ ભુજના નારણપર રોડ પર ગમખ્વાર અકસ્માત