Vaccine/ વિશ્વભરમાં ‘Pfizer’ ની વેક્સિન સવાલોમાં, 100થી વધુ લોકોને ગંભીર આડઅસરનો દાવો

દુનિયાભરનાં દેશો હાલમાં વેક્સિનેશન ડ્રાઈવમાં વ્યસ્ત છે. અમેરિકન કંપની ફાઈઝરે પણ પોતાની વેક્સિન વિવિધ દેશોમાં મોકલાવી છે….

World
sssss 62 વિશ્વભરમાં 'Pfizer' ની વેક્સિન સવાલોમાં, 100થી વધુ લોકોને ગંભીર આડઅસરનો દાવો

દુનિયાભરનાં દેશો હાલમાં વેક્સિનેશન ડ્રાઈવમાં વ્યસ્ત છે. અમેરિકન કંપની ફાઈઝરે પણ પોતાની વેક્સિન વિવિધ દેશોમાં મોકલાવી છે. જો કે ફાઈઝરની વેક્સિન આપ્યાં બાદ મૃત્યુ અને આડઅસરના કેટલાંક કિસ્સાઓએ વૈજ્ઞાનિકોને હચમચાવી નાખ્યાં છે. દુનિયાભરમાં ફાઈઝરની વેક્સિન સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

અમેરિકન ડ્રગ જાયન્ટ કંપની ફાઈઝર અને બાયોએનટેકે બનાવેલી વેક્સિન આખી દુનિયામાં સવાલોના ઘેરામાં આવી ગઈ છે. આ વેક્સિન આપવાથી સૌથી વધુ નોર્વેમાં ખાનાખરાબી થયાનો દાવો કરાયો છે. નોર્વે સરકારના દાવા મુજબ ફાઈઝરની વેક્સિન આપ્યાં બાદ 23 લોકોના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે 100થી વધુ લોકોને તેની ગંભીર આડઅસર થઈ છે. જો કે એની સત્તાવાર પુષ્ટિ નથી થઈ મૃત્યુ પામનારા તમામ 23ના મોતનો સંબંધ સીધો વેક્સિનેશન સાથે હતો કે નહીં. આ તરફ WHOએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે નોર્વેના દાવા પર તેની નજર છે. અને તે સંપૂર્ણ સ્થિતિ પર વૉચ રાખી રહ્યું છે. નોર્વેના ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થે કહ્યું છે કે જે લોકો પહેલેથી જ ગંભીર રીતે બિમાર છે. તેમના માટે વેક્સિનની થોડી આડઅસર પણ ખતરનાક સાબિત થઇ શકે છે. નોર્વેની બાજુમાં આવેલાં ફિનલેન્ડમાં પણ આવી જ સ્થિતિ છે. ફિનલેન્ડે કહ્યું છે કે તેમને ત્યાં 32 લોકોને આડઅસર થઈ છે.

નોર્વે અને ફિનલેન્ડ બાદ બેલ્જિયમ અને નેધરલેન્ડમાંથી ફાઈઝરની વેક્સિનને લઈને કેટલાંક દાવા થયા છે. બેલ્જિયમમાં તો વેક્સિન લીધાં બાદ એક વ્યક્તિનું મોત થઈ ગયું હોવાનો દાવો કરાયો છે. બેલ્જિયમે આ મામલે તપાસના આદેશ આપી દીધાં છે. આ તરફ નેધરલેન્ડમાં પણ આડઅસરના કેટલાંક મામલા સામે આવ્યા હોવાની વાત છે. તેવામાં સવાલ એ થઇ રહ્યો છે કે આટઆટલા દેશમાં ફાઈઝરની વેક્સિન આપ્યાં પછી મૃત્યુના દાવા થવાનું કારણ શું? અને આટલી માત્રામાં આડઅસર થયાના દાવાનું પણ શું કારણ? WHOએ આ મામલે જલદી ઉકેલ લાવવો જરૂરી છે. દરમિયાન ફાઈઝરની વેક્સિન લગાવનારા હાલમાં ચિંતામાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો