Russia-Ukraine war/ રશિયા સાથેના યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું મોટું નિવેદન, યુક્રેન નાટોમાં નહીં જોડાય

રશિયા સાથે યુદ્ધ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેન નાટોમાં જોડાશે નહીં. રશિયાની ન્યૂઝ એજન્સી અનુસાર, ઝેલેન્સકીનું કહેવું છે

Top Stories World
Ukraines

રશિયા સાથે યુદ્ધ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેન નાટોમાં જોડાશે નહીં. રશિયાની ન્યૂઝ એજન્સી અનુસાર, ઝેલેન્સકીનું કહેવું છે કે યુક્રેનને એ હકીકત સ્વીકારવી જોઈએ કે તે નાટોમાં સામેલ નહીં થાય.

આ પણ વાંચો:આવતીકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક, હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપી શકે છે મોટી ભેટ

તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયન નેતાઓને કહ્યું છે કે યુક્રેન પર તેમના દેશનો હુમલો બેકફાયર કરશે અને આર્થિક પ્રતિબંધોને કારણે તેમના લોકો તેમને નફરત કરશે. વોલોડીમિર ઝેલેન્સકીએ એક વિડિયોમાં કહ્યું, “યુદ્ધ અપરાધમાં તમારી સંડોવણી બદલ તમારા (રશિયનો) પર ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.”

યુક્રેનના નેતાએ કહ્યું કે હુમલાને કારણે પશ્ચિમે રશિયા પર સખત આર્થિક પ્રતિબંધો લાદ્યા છે, જેના પરિણામો તમામ રશિયન લોકો ભોગવશે. તેમણે કહ્યું કે રશિયાના નાગરિકો રશિયાના નેતાઓને નફરત કરશે, જેમને તેઓ ઘણા વર્ષોથી રોજેરોજ ઠગ કરી રહ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું, “જ્યારે તેઓ જાણશે કે તમારું જૂઠ તેમના ખિસ્સામાં છે, ત્યારે તેઓ તમને ધિક્કારશે, સંભાવનાઓ ઘટી રહી છે અને રશિયાના બાળકોનું ભવિષ્ય અંધકારમય છે.”

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને રાહત, ખાલિસ્તાનીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવતી અરજી ફગાવી

આ પણ વાંચો:NIAએ જણાવ્યું કે ગુજરાતમાં પકડાયેલા 3 હજાર કિલો હેરોઈનનું કનેક્શન શું છે ?