Not Set/ રાહુલની રેલીમાં આ મહિલાઓએ મોદી જિંદાબાદનાં લગાવ્યા નારા

લોકસભાની ચુંટણી હવે તેના પાંચમાં તબક્કા સુધી પહોચી ગઇ છે, ત્યારે દિગ્ગજ નેતા તાબડતોડ ચુંટણી રેલીઓ કરી મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે ઘણીવાર આ રેલીઓમાં એવુ પણ બની જાય છે કે જેથી નેતા અસહજ બની જાય છે તેવો જ નજારો ઝારખંડનાં સિમડેગામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચુંટણી જનસભામાં જોવા […]

Top Stories India Politics
rahulll રાહુલની રેલીમાં આ મહિલાઓએ મોદી જિંદાબાદનાં લગાવ્યા નારા

લોકસભાની ચુંટણી હવે તેના પાંચમાં તબક્કા સુધી પહોચી ગઇ છે, ત્યારે દિગ્ગજ નેતા તાબડતોડ ચુંટણી રેલીઓ કરી મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે ઘણીવાર આ રેલીઓમાં એવુ પણ બની જાય છે કે જેથી નેતા અસહજ બની જાય છે તેવો જ નજારો ઝારખંડનાં સિમડેગામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચુંટણી જનસભામાં જોવા મળ્યો હતો. જ્યા મંચ પરથી ચોકીદાર ચોર નાં નારા લાગી રહ્યા હતા ત્યારે આગળની હરોળમાં બેઠેલી ઘણી આદિવાસી મહિલાઓએ મોદી જિંદાબાદનો નારો લગાવવાનું શરૂ કરી દીધુ.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક રેલીમાં જે સાંભળવા મળ્યુ તે કોઇ નેતા માટે ઘણી શરમની વાત કહી શકાય. ઝારખંડનાં સિમડેગામાં એક રેલીને સંબોધવા રાહુલ ગાંધી પહોચી ગયા હતા. આ મંચ પરથી જ્યારે કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ચોકીદાર ચોર છે ના નારા લગાવ્યા ત્યારે મંચની સામે બેઠેલા આદિવાસી મહિલાઓઓએ મોદી જિંદાબાદનાં નારા લગાવવાનું શરૂ કરી દીધુ હતુ. મહિલાઓ દ્વારા મોદી જિંદાબાદ નાં નારા લગાવતા જોઇ કાર્યકર્તાઓ પણ થોડી વાર માટે સુન્ન થઇ ગયા હતા અને સમજી ન શક્યા કે શું કરવુ.

કેમ કહ્યુ મોદી જિંદાબાદ

મહિલાઓનાં સતત મોદી જિંદાબાદ બોલ્યા બાદ ત્યા હાજર પત્રકારોએ તેમને પુછ્યુ કે, આ કરવા પાછળનું કારણ શું? ત્યારે મહિલાઓએ પત્રકારોને જવાબમાં કહ્યુ કે, વડાપ્રધાન મોદીએ અમને શૌચાલય, મકાન, વિજળી અને ગેસ કનેક્શને આપ્યુ છે.