Halvad/ રાયસંગપુર ગામે પેટા કેનાલમાં ગાબડું, ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી

હળવદ પંથકમાં પાછલા ઘણા વર્ષોથી નર્મદા કેનાલના નબળા કામોને લીધે અવાર નવાર કેનાલો તુટવાના બનાવો સામે આવતા હોય છે જેના કારણે ઘણી વખત ખેડૂતોના ઊભા મોલમાં પાણી પહોંચી જવાને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવી પડતી હોય છે

Gujarat Others
a 2 રાયસંગપુર ગામે પેટા કેનાલમાં ગાબડું, ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી

@બલદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી

હળવદ તાલુકાના રાયશંગપુર ગામેથી પસાર થતી ડી.૧૯ નંબર ની કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે નર્મદા કેનાલનું પાણી છેક ગામના પાદર સુધી પહોંચી ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાલ ખેડૂતો એ શીયાળુ પાકનું વાવેતર કર્યૂ હોય તેવા સમયે કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોને પણ આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવવાની નોબત સર્જાઇ છે.

હળવદ પંથકમાં પાછલા ઘણા વર્ષોથી નર્મદા કેનાલના નબળા કામોને લીધે અવાર નવાર કેનાલો તુટવાના બનાવો સામે આવતા હોય છે જેના કારણે ઘણી વખત ખેડૂતોના ઊભા મોલમાં પાણી પહોંચી જવાને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવી પડતી હોય છે ત્યારે આજે પણ આવોજ એક બનાવ હળવદ તાલુકાના રાયશંગપુર ગામે પ્રકાશમાં આવ્યો છે.

f5a341b2 c03d 4619 a755 4b7100955faf રાયસંગપુર ગામે પેટા કેનાલમાં ગાબડું, ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી

આજે વહેલી સવારના તાલુકાના રાયશંગપુર ગામેથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ હેઠળ આવતી ડી-૧૯ કેનાલમાં ગાબડું પડતાં આજુબાજુના પંદરેક જેટલા ખેડૂતોના ખેતરમાં નર્મદાના પાણી ઘુસી ગયા છે જેના કારણે ૬૦ થી ૭૦ વીઘામાં વાવેતર કરેલ શિયાળુ પાક પર ખતરો સર્જાયો છે.

a 3 રાયસંગપુર ગામે પેટા કેનાલમાં ગાબડું, ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી

વધુમાં આ નર્મદાનું પાણી રાયશંગપુર ગામના પાદર સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે જેથી નર્મદા કેનાલના અધિકારી વહેલી તકે યોગ્ય કરે છે જરૂરી બન્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…