Rajkot/ રાજકોટમાં વધુ 6 દર્દીઓના કોરોના સબબ મોત, 781 દર્દીઓ સારવાર હેઠળ, 86 ડિસ્ચાર્જ

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 6 લોકોના કોરોના સંક્રમણમાં મોત થયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 11,300 પર પહોંચી છે જ્યારે રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં કોરોના હેઠળ સારવાર

Gujarat Rajkot
corona 16 રાજકોટમાં વધુ 6 દર્દીઓના કોરોના સબબ મોત, 781 દર્દીઓ સારવાર હેઠળ, 86 ડિસ્ચાર્જ

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 6 લોકોના કોરોના સંક્રમણમાં મોત થયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 11,300 પર પહોંચી છે જ્યારે રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં કોરોના હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યાનો આંકડો 741 છે. રાજકોટમાં શુક્રવારે વધુ 82 દર્દીઓ કોરોના મુક્ત થયા છે જે તેમના પરિવારજનોને હાશકારો થયો છે.કરુણા વાયરસના સંક્રમણની અટકાવવા માટે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : યુવરાજના પિતાએ ગુજરાતીઓને લઈને છેડયો વિવાદ, કર્યું એવું કે હવે ધરપકડ કરવા ઉઠી માંગ

રાજકોટમાં વધી રહેલા મોતના આંકડા જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોરોનાની સ્થિતિ કાબૂ બહાર હોય તેમ જણાઈ રહ્યું છે. પાંચ દિવસની અંદર શહેરમાં 38 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટમાં હાલ 26માંથી 1900 ખાલી છે એટલે કે છ દર્દીઓ હજૂ પણ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે.આ ઉપરાંત કોવિડ કેર સેન્ટર તેમજ ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓનો આંકડો તેના કરતાં બમણા કે ત્રણ ગણો છે.

આ પણ વાંચો : પાવાગઢ નજીકની ખુંદપીર દરગાહ પાસે વાહનની ટક્કરે દીપડો થયો ઘાયલ

રાજકોટમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 11 હજારને પાર પહોંચી જતાં ઠેરઠેર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણને અટકાવવા માટે શહેરના એન્ટ્રી પોઇન્ટ પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ તંત્રના અધિકારીઓ સહિતનો કાફલો ચેકિંગ કરતો નજરે પડી રહ્યો છે.

આ પણ વાંચો : આ રાજ્યની સરકાર દ્વારા આઠમા ધોરણ સુધીના બાળકોની પરીક્ષા નહીં યોજાય, 31 માર્ચ સુધી શાળાઓ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…