Not Set/ અરાવલી જીલ્લામાં રોગચાળાથી 20 ગાયોનાં ટપોટપ મોત, તંત્રને તો હજુ જાણ જ નથી

અરવલ્લી જીલ્લામાંથી પશુઓનાં ટોપોટપ મરવાની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અરવલ્લી જીલ્લાનાં ધનસુરા – બાયડ વિસ્તારમાં 20 જેટલી ગાયોનાં અચાનક જ ટોપોટપ મોત થયા હોવનું સામે આવી રહ્યું છે. તો ગાયોના મોતનું કારણ હજુ અકબંધ છે. અરવલ્લી જીલ્લામાં ધનસુરા – બાયડ વિસ્તારનાં આ બનાવથી સમગ્ર વિસ્તારનાં પશુપાલકો અને જીવદયા પ્રેમી સહિત સામાન્ય […]

Gujarat Others
maxresdefault 1 અરાવલી જીલ્લામાં રોગચાળાથી 20 ગાયોનાં ટપોટપ મોત, તંત્રને તો હજુ જાણ જ નથી

અરવલ્લી જીલ્લામાંથી પશુઓનાં ટોપોટપ મરવાની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અરવલ્લી જીલ્લાનાં ધનસુરા – બાયડ વિસ્તારમાં 20 જેટલી ગાયોનાં અચાનક જ ટોપોટપ મોત થયા હોવનું સામે આવી રહ્યું છે. તો ગાયોના મોતનું કારણ હજુ અકબંધ છે. અરવલ્લી જીલ્લામાં ધનસુરા – બાયડ વિસ્તારનાં આ બનાવથી સમગ્ર વિસ્તારનાં પશુપાલકો અને જીવદયા પ્રેમી સહિત સામાન્ય માણસોમાં પણ ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

આટલી માટી સંખ્યામાં અચાનક અને તે પણ ગાયોનાં મોત થતા પશુપાલકોમાં ચર્ચા છે કે, કોઇ રોગચાળાથી આ મોત થઇ રહ્યા છે.  ગાયોમાં આવેલા રોગથી પશુપાલકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. તો આટલી મોટી ઘટના બની હોવા છતા તંત્ર તો પાડા વેંચીને હજુ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવી રહ્યું છે અને તંત્રને તો પોતાના વિસ્તારમાં આવડી મોટી ઘટના બની ગઇ કે બની રહી છે પરંતુ તંત્ર તો સમગ્ર ઘટનાથી અજાણ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.