Not Set/ રાજકોટ જિલ્લામાં ભાજપમાં આંતરિક જુથવાદ ચરમસીમાએ, પુર્વ મંત્રી જયેશ રાદડિયા સામે આક્ષેપ

રાજકોટ ભાજપનું રાજકારણ ફરીથી આંતરિક જુથવાદ લઇને ગરમાયું છે. જિલ્લાના સહકારી આગેવાન અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ ભાજપના જ ચાર અસંતુષ્ઠ સિનિયર આગેવાનોનો આક્ષેપ છે…

Gujarat Rajkot
જયેશ રાદડિયા
  • રાજકોટ જિલ્લા ભાજપમાં આંતરિક જુથવાદ
  • પુર્વ મંત્રી જયેશ રાદડિયા સામે આક્ષેપ
  • રાજકોટ જિલ્લા બેંકમાં ભરતી કૌભાંડનો આક્ષેપ
  • રાજકોટના અસંતુષ્ઠો મળશે ગાંધીનગરમાં
  • સહકાર વિભાગમાં કરશે રજુઆત

રાજકોટ ભાજપમાં ફરીથી જુથવાદ સપાટીએ આવ્યો છે. સહકાર ક્ષેત્રે નામના ઘરાવતા અને પૂર્વ પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સામે ભાજપના જ આગેવાનોએ રાજકોટ જિલ્લા બેંક ભરતીમાં ભ્રષ્ટાચારનો આરોપ મુકી જુથવાદને ખુલ્લો પાડ્યો છે. જયેશ રાદડિયા વિરુદ્ધ આજે ગાંધીનગર ખાતે સિનિયર આગેવાનો સમક્ષ રજુઆત કરશે.

રાજકોટ ભાજપનું રાજકારણ ફરીથી આંતરિક જુથવાદ લઇને ગરમાયું છે. જિલ્લાના સહકારી આગેવાન અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ ભાજપના જ ચાર અસંતુષ્ઠ સિનિયર આગેવાનોનો આક્ષેપ છે કે, રાજકોટ જિલ્લા બેંકની ભરતીમાં જયેશ રાદડિયાએ ભ્રષ્ટાચાર કર્યો છે.

  • રાજકોટ જિલ્લામાં ભાજપમાં આંતરિક જુથવાદ ચરમસીમાએ
  • પુર્વ પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
  • જિલ્લાના ચાર સહકારી આગેવાનો રાદડિયા સામે પડ્યા
  • રાજકોટ જિલ્લા બેંકમાં 900 કર્મચારીઓની ખોટી ભરતીનો આક્ષેપ
  • છેલ્લાં કેટલાંક સમયથી ચાલે છે ભાજપમાં આંતરિક જુથવાદ

બુધવારે ગાંધીનગર ખાતે રાજકોટ જિલ્લાના હરદેવસિંહ જાડેજા, પુરુષોત્તમ સાવલિયા અને વિજય સખિયા સહકાર વિભાગમાં આ બાબતે રજુઆથ કરશે. આ આગેવાનો પ્રમાણે રાજકોટ જિલ્લા બેંકમાં 1100 કર્મચારીની ભરતીમાંથી 900ની ભરતીમાં જયેશ રાદડિયાએ ગેરરીતિ આચરી છે. આ અગાઉ રાજકોટ માર્કેટ યાર્ડ અને લોધિકા સંઘની ચૂંટણી બાદ ભાજપનું એક જુથ જયેશ રાદડિયાથી નારાજ છે.

વિજય રૂપાણી સરકારના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની સામે ભાજપનું એક જૂથ સામે પડ્યું છે. તો  રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ભૂપત બોદર સામે ભાજપનું બીજુ જુથ સક્રિય છે. જેના કારણે  જિલ્લા પંચાયતમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલ રાજકોટ યાર્ડના ડિરેક્ટરો પરસોત્તમ સાવલિયા, વિજય સખિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા સહિતના જયેશ રાદડિયા સામે પડ્યા છે. લોકમુખે ચર્ચા છે કે જયેશ રાદડિયા સામે મોરચો ખોલવો ભાજપના જ નેતાઓને ભારે પડી શકે છે. મંત્રી ન હોવાછતાં જયેશ રાદડિયાનું સહકાર, માર્કેટ યાર્ડ અને ખેડૂતોમાં સારું વર્ચસ્વ છે. જેતપુર-જામકંડોરણાથી લઈ રાજકોટના આસપાસના વિધાનસભા વિસ્તારોમાં રાદડિયાનો પ્રભાવ છે જે વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક જુથવાદથી ગણિત બગાડી શકે છે.

આ પણ વાંચો :AMC: ડો. ચિરાગ શાહ સામે મહિલાઓની ઉગ્ર રજૂઆત

આ પણ વાંચો :રાજકોટમાં 10 જેટલા શખ્સોએ પથ્થરમારો બુટલેગરની કરી હત્યા

આ પણ વાંચો :સિટી બસની હડફેટે આવી કોલેજીયન યુવતી, ઘટના CCTVમાં કેદ

આ પણ વાંચો :અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરેઆમ યુવતીની કરી હત્યા, પોલીસ સ્ટેશન માત્ર 100 મીટર હતું