Not Set/ રાજકોટમાં હવે મ્યુકરમાયકોસીસ હાહાકા, તંત્ર મહામારી સામે લડવા માટે સજ્જ

રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે રાજકોટમાં પણ મ્યુકરમાયકોસીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.જેના કારણે રાજ્ય સરકાર ચિંતામાં મુકાઈ છે.

Gujarat Rajkot

રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે રાજકોટમાં પણ મ્યુકરમાયકોસીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.જેના કારણે રાજ્ય સરકાર ચિંતામાં મુકાઈ છે.કેસ વધવાના કારણે મ્યુકરમાયકોસીસમાં ઉપયોગમાં લેવાતી ઇન્જેકશનની પણ અછત સર્જાઈ રહી છે. તો પણ સારવાર કરવા રાજકોટનું તંત્ર સજ્જ છે.

રાજકોટમાં કોરોના બાદ હવે મ્યુકોરનાકોસીસના કેસમાં વધારો થયો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૫૦૦ થી વધુ બેડની ઉપલબ્ધતા છે. સિવિલ હોસ્પિટલના ૨૦૦ મેડિકલ સ્ટાફ મ્યુકરમાયકોસીસ ની સારવાર માટે કાર્યરત છે. જેમાં, ENT સર્જન, ન્યૂરો સર્જન, ડેન્ટલ સર્જન, આઈ સર્જન, એનેસથેસિસ્ટ વિભાગ ના ડોક્ટરો, ઇન્ટર્ન ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઘણા દર્દીઓ કોવીડ સામેની જંગ બાદ મ્યુકરમાયકોસીસ ની જંગ લડી રહ્યા છે ત્યારે તે જંગ જીતવા ડોક્ટર અને મેડિકલ સ્ટાફની એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.સિવિલ ખાતે ૫ OT ટેબલ છે જેમાં નિરંતર સર્જરી થતી હોય છે. મ્યુકરમાયકોસીસ માટે ૫૫૦ થી વધુ બેડ ની સુવિધા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે છે જેમાં હાલ ૫૦૦ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૫૦ થી વધુ સર્જરી થઇ ચુકી છે.

Mucer mycosis in Saurashtra, 400 in Rajkot, 200 in Morbi, 35 in Jamnagar, 6  in Halwad, 3 in Porbandar

ન માત્ર સિવિલ હોસ્પિટલ પણ ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકર માયકોસિસ ની સારવાર ચાલી રહી છે. રાજકોટ ની ૧૦ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાયકોસીસ ની સરકાર ચાલી રહી છે. રાજકોટ ની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં લગભગ ૨૦૦ થી ૨૨૫ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલ ની જો વાત કર્યે તો દરરોજ ૨ થી ૩ સર્જરી એક હોસ્પીટલમાં શક્ય બને છે.

મ્યુકરમાયકોસીસના કેસ વધવાનીની સાથે તેની સારવાર પણ વધી છે.સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના તબીબો મ્યુકર માયકોસીસ ની સારવાર કરવા પ્રયત્નશીલ છે.જેના કારણે લોકો ને સારવાર મળી રહી છે. રાજકોટમાં કેસ વધતા ડોક્ટરો પણ સક્રિય બન્યા છે અને મ્યુકરના સરવારમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.