ગુજરાત/ રાજકોટમાં તબીબના બંધ ફલેટમાંથી રૂા.20 લાખની ચોરી થતા દોડધામ મચી….

મહવનું છે  કે રાજ દર્શન એપાર્ટમેન્ટ ખાતે તસ્કર કયા રસ્તે આવ્યો તે અંગેની વિગતો મેળવવા યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરી રહ્યા છે.

Gujarat Rajkot
Untitled 82 3 રાજકોટમાં તબીબના બંધ ફલેટમાંથી રૂા.20 લાખની ચોરી થતા દોડધામ મચી....

રાજકોટ આમ તો રંગીલું શહેર તરીકે  જાણીતું છે . તેમ  છ્ત્તા  શહેરમાં  ગુનાખોરીના  કેસો વધતાં  જોવા મળી રહ્યા  છે  ત્યારે  રાજકોટના જાગનાથ પ્લોટમાં આવેલા રાજ દર્શન એપાર્ટમેન્ટમાં ત્રણ દિવસથી બંધ રહેલા તબીબના ફલેટને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા, રોકડ અને બ્રિટીશ ચલણ પાઉન્ડ મળી રૂા.20 લાખની રકમની ચોરી થતા દોડધામ મચી ગઇ છે.

મળતી માહિતી મુજબળ ધોરાજીના વતની અને જુના જાગનાથ પ્લોટ શેરી નંબર 1માં રાજ દર્શન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા ડો.સેજુલ કાંતિલાલ અંટાળાના ત્રણ દિવસ દરમિયાન બંધ રહેલા ફલેટમાં તા.26મીની રાતે રૂા.2.50 લાખ રોકડા, રૂા.10 લાખની કિંમતના સોનાના ઘરેણા, અને 4,800 બ્રિટીશ પાઉન્ડની ચોરી થયાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ  પણ વાંચો:બફાટ / મૃત્યુદંડ પણ સ્વીકારું છુ, ફાંસી આપશો તો પણ મારો સ્વર નહી બદલાય : સંત કાલીચરણ

ફલેટના ત્રીજા માળના ટેરેસની કાચની બારી ખોલી બેડરૂમમાં પ્રવેશ કરી તસ્કરે સેટીના ડ્રોઅર ખોલી તેમજ દિવાલ કબાટના દરવાજા ખોલી તસ્કરોએ રૂા.2.50 લાખ રોકડા, સોનાનો પેડલ, સોનાની બુટી, સોનાની બંગડી, સોનાનું મંગલસુત્ર, ડાયમંડના બે મંગલસુત્ર મળી રૂા.10 લાખની કિંમતના 18 તોલા સોનાના ઘરેણા, 4,800 બ્રિટીશ પાઉન્ડ અને બ્રિટીશ પાસપોર્ટની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મહવનું છે  કે રાજ દર્શન એપાર્ટમેન્ટ ખાતે તસ્કર કયા રસ્તે આવ્યો તે અંગેની વિગતો મેળવવા યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરી રહ્યા છે.

આ પણ  વાંચો:દિલ્હીમાં નવા પ્રતિબંધો / ઓમિક્રોનને લઈને દિલ્હી સરકારે લીધા કડક પગલાં, કેજરીવાલે રાજધાનીમાં લાગુ કર્યું યલો એલર્ટ