Rajkot/ મનપા દ્વારા માસ્ક નહિ પહેરનાર પાસે બે દિવસમાં 87 હજાર દંડની વસુલાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારીને નાથવા માટે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ અટકે તે માટે માસ્ક નહિ પહેરનારને રહીશોને કાયદાનું ભાન કરાવવા માટે 1,000 દંડ પેટે વસૂલ કરવામાં આવી રહી છે.

Rajkot Gujarat
a 212 મનપા દ્વારા માસ્ક નહિ પહેરનાર પાસે બે દિવસમાં 87 હજાર દંડની વસુલાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારીને નાથવા માટે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ અટકે તે માટે માસ્ક નહિ પહેરનારને રહીશોને કાયદાનું ભાન કરાવવા માટે 1,000 દંડ પેટે વસૂલ કરવામાં આવી રહી છે.

ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક પહેર્યા વિના ફરી રહેલા 41 આસામીઓને દંડ ફટકાર્યા બાદ આજે વધુ 46 રહીશો પાસેથી નહિ પહેરવા બદલ દંડ વસૂલાત કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક પહેર્યા વિના ફરતા 46 આસામીઓ પાસેથી એક – એક હજાર રૂપિયા લેખે કુલ 46,000/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…