Not Set/ Howdy Modi નાં જવાબમાં શશી થરૂરે ટ્વિટ કરી નહેરુ-ઈન્દિરાનો ફોટો કર્યો શેર, થઇ મોટી ભૂલ, માગી માંફી

કેરળનાં તિરુવનંતપુરમનાં કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે સોમવારે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની એક તસ્વીર ટ્વિટર પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં નહેરુ અને ઇન્દિરા ખુલ્લી કારમાં જોવા મળી રહ્યા છે અને તેમની આજુબાજુ એક વિશાળ ભીડ ઉમટી છે. આ ફોટો પોસ્ટ કરવા પાછળનો હેતુ અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે વડા પ્રધાન […]

Top Stories India
1569295075 nehru indira Howdy Modi નાં જવાબમાં શશી થરૂરે ટ્વિટ કરી નહેરુ-ઈન્દિરાનો ફોટો કર્યો શેર, થઇ મોટી ભૂલ, માગી માંફી

કેરળનાં તિરુવનંતપુરમનાં કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે સોમવારે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની એક તસ્વીર ટ્વિટર પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં નહેરુ અને ઇન્દિરા ખુલ્લી કારમાં જોવા મળી રહ્યા છે અને તેમની આજુબાજુ એક વિશાળ ભીડ ઉમટી છે. આ ફોટો પોસ્ટ કરવા પાછળનો હેતુ અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘Howdy Modi’ પ્રોગ્રામની તુલના કરવાનો હતો. પરંતુ તેમને આ કરવુ ભારે પડ્યુ. તેમણે આ તસવીર વિશે ખોટી માહિતી આપી હતી. જોકે પછીથી તેમણે તેનો સ્વીકાર કર્યો, પણ તેમનુ કહેવુ હતુ કે તેનાથી સંદેશ બદલાયો નથી.

Image result for nehru and indira photos

શશી થરૂરે ટ્વીટ કર્યું હતું, ‘અમેરિકામાં 1954 માં નહેરુ અને ઇન્દિરા ગાંધી. કોઈ વિશેષ લોકસંપર્ક અભિયાન, એનઆરઆઈ ભીડ સંચાલન અથવા મીડિયા પબ્લિસિટી વિના અમેરિકન લોકોનો ઉત્સાહ જુઓ.’

આ તસવીર દ્વારા તેઓ કહેવા માંગતા હતા કે, Howdy Modi માં વડા પ્રધાન મોદીને જે પ્રતિક્રિયા મળી તે પહેલીવાર નથી. ભૂતકાળમાં, અમારા નેતાઓને વિદેશમાં આવા સન્માન મળી ચુક્યુ છે. પાછળથી, લોકોએ થરૂરને સુધારતા કહ્યું કે આ ફોટો ન તો 1954 ની છે ન તો અમેરિકાની છે. તે 1956 ની ફોટો છે અને મોસ્કો અને સોવિયત રશિયાની છે. આ છબી ઘણી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે જે જણાવે છે કે તે 1956 માં મોસ્કોની છે.

Image result for nehru and indira photos

પાછળથી બીજા એક ટ્વિટમાં થરૂરે કહ્યું, ‘મને કહેવામાં આવ્યું છે કે આ તસવીર સંભવત યુએસએસઆર પ્રવાસની છે, યુએસની નહીં. જો એમ હોય તો, તે હજી પણ સંદેશને બદલી શકશે નહીં: હકીકત એ છે કે ભૂતપૂર્વ વડા પ્રધાનો પણ વિદેશમાં લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. જ્યારે નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવે છે, ત્યારે ભારતીય વડા પ્રધાનનું સન્માન કરવામાં આવે છે; સન્માન ભારત માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.