ક્રાઈમ/ સાબરકાંઠામાં એસઓજીએ એવી જાળ પાથરી કે નશો વેચનાર જ સપડાઈ ગયા : વાંચો વધુ વિગતે..

ડ્રગ્સ નો કાળો કારોબાર કરનાર સામે હાલ તો પોલીસે લાલ આંખ કરીને અટકાયતી પગલા ભર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હામાં સંડાવેલ છે કે કેમ?

Gujarat Others
સાબરકાંઠા

ગુજરાતમાં એક તરફ દારૂ કાંડ થયો છે જેને સરકાર કેમિકલ કાંડમાં ખપાવવા મથામણ કરી રહી છે અને બીજી તરફ રાજ્યભરમાંથી જુદા જુદા સ્થળેથી ડ્રગ્સ અને નશા કારક પદાર્થો પણ મળી રહ્યા છે. તાજેતરમાં જૂનાગઢમાંથી પણ એસઓજીને ચરસનો મોટો જથ્થો મળ્યો છે અને સાબરકાંઠા જીલ્લામાં એસઓજીને મળી નશાકારક પદાર્થ મળી આવ્યો છે. એમડી ડ્રગ્સ સાથે ૯ આરોપીઓની અટકાયત કરીને કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો એક આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. સાબરકાંઠા જીલ્લામાં….

હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે ત્યારે માદક પ્રદાર્થ એમડી ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે અને રાજ્ય પરના માદર્થ પદાર્થ મોફાડ્રોન વેચાણકર્તા અને લેનારની તપાસ હાથ ધરી છે ત્યારે સાબરકાંઠા પોલીસે પણ આ મામલે સતર્ક બની ડ્રગ્સની હેરાફેરી કરનારની શોધખોળ હાથ કરી છે.  રાત્રી દરમિયાન બાતમીના આધારે જીલ્લા જેલ આગળથી બે ઈસમો વાહન લઈને જુની સિવિલ થી મહેતાપુરા જઈ રહ્યા હતા ત્યારે એસઓજી ટીમ દ્રારા જીલ્લા જેલના મુખ્ય ગેટ આગળ જ કોર્ડન કરી ડ્યુએટ પર બેસેલ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમની પાસેથી માદક પદાર્થ મેફાડ્રોન ૩૫ ગ્રામનો જથ્થો મળી આવેલ જેની કિંમતી ૩,૫૦,૦૦૦ છે. એસઓજીએ આરોપીઓની આકરી પુછપરછ કરતા અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા.

સાબરકાંઠા જીલ્લામાં

એસઓજીએ ઝડપેલ આરોપીઓ પાસે ૩૫ ગ્રામ ડ્રગ્સ સાથે બે ડીજીટલ ઈલેક્ટ્રીક વજન કાંટા, ત્રણ મોબાઈલ, અને એક હિરો કંપની નુ ડ્યુએટ પણ કબજે લઈને કુલ મળી ૪ લાખ ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપેલ આરોપીઓની આકરી પુછપરછ કરતા અન્ય ૧૦ જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા જે પૈકી ૯ જેટલા આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા છે તો અન્ય ૧ આરોપીની શોધખોડ હાથ ધરી છે. આરોપીઓ જણાવેલ કે હિંમતનગર ના ચાંદ નગરમાં રહેતા લાલા સુરેલી તથા રાજસ્થાન ના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાને હિંમતનગર માં વેચાણ માટે આપેલ હતો તો  જુદા-જુદા તેમના ગ્રાહકો સોહિલ મોડાસીયા, નજર સૈયફ, ટીલુબાપુ, શ્રીપાલ સિંહ રાઠોડ, સૌરભ સુથાર, તથા અબ્રાર અહેમદે મંગાવ્યો હતો. હાલ તો પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ નો કાળો કારોબાર કરનાર સામે હાલ તો પોલીસે લાલ આંખ કરીને અટકાયતી પગલા ભર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હામાં સંડાવેલ છે કે કેમ?

ઝડપાયેલ આરોપી

૧- મોહમ્મદ કાબીલ ચોરવાલા, હિંમતનગર

૨- ક્રુણાલ રજનૂકાન્ત પંચાલ, હિંમતનગર

૩- મહંમદ રફીક ઉર્ફે લાલો મહંમદ હનિફ કુરેલી, હિંમતનગર

૪- સોહિલ સ્વાદ અહેમદ મોડાસીયા, હિંમતનગર

૫- નઝર ઉર્ફે બીડી અમીર અબ્બાસ સૈયદ, હિંમતનગર

૬- જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલુ બાપુ વિક્રમસિંહ પઢિયાર, હિંમતનગર

૭-શ્રીપાલસિંહ મુકેશ સિંહ રાઠોડ, હિંમતનગર

૮-સૌરભ દિનેશભાઈ સુથાર, હિંમતનગર

૯- અબ્રાર અબ્દુલ હકિમ પાંચભૈયા, હિંમતનગર

ફરાર આરોપી

મુનખાન પઠાણ રહે કોટડા છાવણી રાજસ્થાન

આ પણ વાંચો :  મમતા સરકારમાં 9 નવા મંત્રીઓ જોડાશે, બાબુલ સુપ્રિયો પણ હશે કેબિનેટનો હિસ્સો