Not Set/ સરખેજમાં જાનૈયાઓ DJના તાલે ઝૂમતા હતા અને અચાનક આખલાએ કર્યો હુમલો, જુઓ વીડિયો

સરખેજ વિસ્તારમાં એક વરઘોડામાં નાચી રહેલા જૈનૈયાઓ પર એક આખલો અચાનક હુમલો કરે છે. આ ઘટનામાં સદનશીબે કોઈને મોટી જાનહાની થવા પામી નથી.

Ahmedabad Gujarat
સરખેજ

ગુજરાતમાં અલગ-અલગ શહેરો અને ગામડાઓમાં રખડતા ઢોરના ત્રાસના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ક્યારેક રખડતા ઢોરના કારણે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવે છે. તો ક્યારેક રખડતા ઢોરે રસ્તા પર જતા લોકોને ઈજા કરી હોવાની પણ ઘટના સામે આવે છે. ત્યારે અમદાવાદમાં આવી જ એક ઘટના બની છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક વરઘોડામાં નાચી રહેલા જૈનૈયાઓ પર એક આખલો અચાનક હુમલો કરે છે. આ ઘટનામાં સદનશીબે કોઈને મોટી જાનહાની થવા પામી નથી.

આ પણ વાંચો :નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40 થી વધુ કારના તોડ્યા કાચ

શહેરના સરખેજ પાસેના વણઝર ગામમાં આંખલાનો આતંક સામે આવ્યો હતો. સરખેજ પાસેના વણઝર ગામમાં વરઘોડાની વચ્ચે આખલો આવી ગયો હતો. અને આખલાએ કેટલાક લોકોને અડફેટે લીધા હતા. જેથી વરઘોડામાં આવેલા લોકોને ઇજા પણ પહોંચી હતી વરઘોડામાં આંખલાએ કેટલાક લોકોને પછાડતા ઇજા પહોંચી હતી. ત્યારે રખડતા પશુના આતંકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

https://twitter.com/PriteshMehta256/status/1469930536474841089?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1469930536474841089%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fkhabarchhe.com%2Fnews-views%2Fgujarat%2Fthe-bulls-attacked-the-executioners-in-ahmedabad

તો આવી બીજી એક ઘટના વલસાડમાં સામે આવી છે. વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં બે આખલાની લડાઈ થઇ હતી. લોકો આખલાઓને જૂદા કરવાના પ્રયાસ કર્યા પણ બંને આખલાઓ વચ્ચે લડાઈ એટલી વધી ગઈ કે રસ્તા પરથી પસાર થતા રાહદારી અને લારીવાળાઓનો જીવ તાળવે ચોંટી ગયો.

આ પણ વાંચો :ભીલડી રોડ પર સર્જાયો અકસ્માત, બે નાં મોત, 13 લોકોને થઈ ઇજા

આ પણ વાંચો :ઉઘલ-બલદાણા ગામના હાઈવે પરના પ્રવેશદ્વાર સામે મંજૂર થયેલા બ્રિજને ફેરવવા પાછળનો માસ્ટર માઈન્ડ કોણ?

આ પણ વાંચો :વિધવા પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતાં બે બાળકના પિતા એવા પ્રેમીએ ગળામાં માર્યા ચપ્પુના ઘા…