ભરૂચ/ દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી હત્યા, જંબુસરના સરોદ ગામના યુવકને નીગ્રો લૂંટારુઓએ મારી ગોળી

દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવકની હત્યા કરવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 03 30T124629.927 દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી હત્યા, જંબુસરના સરોદ ગામના યુવકને નીગ્રો લૂંટારુઓએ મારી ગોળી

Bharuch News: વિદેશમાં જતા ભારતીઓએ સાવધાન….એક પછી એક ભારતીઓની વિદેશમાં હત્યા કરવામાં આવી રહી છે. વિદેશમાં ભારતીઓ સલામત નથી…ક્યારે અપહરણ તો ક્યારે લુંટ અને હત્યા જેવી ઘટનાનો સતત સામે અવી રહી છે ત્યારે વધુ એક ભારતીય વિદેશમાં જીવ ગુમાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવકની હત્યા કરવામાં આવી છે. જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા.

મળતી માહિતી અનુસાર સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના ઘરે ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલને ગોળી વાગતા તેમનું મોત થયું છે. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે. પરંતુ ત્યાં તેમને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે. જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે. અત્રે ઉલ્લેખની આ બાબત છે કે સાહિલભાઈ મુનશી હાલ રોઝા કરી રહ્યો હતો. તેને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી