જુનાગઢ/ અંધશ્રદ્ધામાં સગા બાપે પોતાની દીકરી સાથે કર્યું એવું કે, પહોંચી ગઈ હોસ્પિટલ

જૂનાગઢના કેશોથી પણ આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જ્યાં સતના પારખા કરવા માટે બાળકીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા. માતાજીના મઢ પર બાળકીઓને ધુણાવી, હવનકુંડના અંગારાઓ પર ચલાવવામાં આવી.

Gujarat Others
અંધશ્રદ્ધા

જૂનાગઢના કેશોદમાં અંધશ્રદ્ધાનો હચમચાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાની આકરી ઘટના જૂનાગઢમાં સામે આવી છે. સગા પિતાએ પોતાની દીકરીને અંધશ્રદ્ધાના નામે દીકરીઓને અંગારા પર ચાલવા મજબૂર કરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે.

જણાવીએ કે, કેશોદ તાલુકાના પીપળી ગામની સીમમાં કાદાવાળી ખોડિયાર માતાજીના મંદિરે ગજેરા પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં ગજેરા પરિવારે ડાકલા અને હવનનું આયોજન કર્યું હતું. જેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

બંને પુત્રીઓ તેમની માતા દમયંતી સાથે જૂનાગઢમાં રહે છે જ્યારે પિતા કેશોદ નજીક પીપળીમાં રહે છે. પ્રફુલ ગજેરા નામના વિક્તિને તેમની દીકરીઓ ભૂતની છાયામાં આવી ગઈ હોવાની અંધશ્રદ્ધા પર કેટલીક વિધિ કરાવવા માટે તેમની દીકરીઓને બોલાવી હતી. બે દિવસથી છોકરીને ધૂણાવે છે. રાત્રે ડાકલા હતા. સવારે પાછી છોકરીને નવ વાગ્યાથી ધૂણાવી અને સાડાત્રણ વાગ્યા સુધી આ ચાલ્યું. પછી કહે માતાજી નથી આવતા તને મેલી વિદ્યા છે. પછી આગ પર મારી છોકરીને ચલાવી દઝાડી…હું વચ્ચે પડી તો મને કહેવા લાગ્યા કે તારી છોકરીની બલિ દઇ દેવી છે.

ભોગ બનનાર સગીર દીકરી આપવીતી જણાવતા કહ્યું કે મને મારા ફેમિલી, પરિવારજનો, કુંટુંબીજનોએ આગ પર ચલાવી, ધૂણાવી, ખાવાનું ના આપ્યું અને મેન્ટલી હરેસમેન્ટ કર્યું. અત્યારે મને જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. મારા હાથ આગમાં નાંખ્યા હતા અને મને કહ્યું કે તારી બલિ ચઢાવાની છે. મારી મમ્મી અને મારા બેન વચ્ચે પડ્યા તો એમને મારવા લાગ્યા.

આ ઘટનામાં ભોગ બનનાર ગજેરા પરિવારની 13 વર્ષની દીકરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તે આ હિચકારી ઘટનાથી ગંભીર રીતે હેબતાઈ ગઈ છે. તે રડતા અવાજે બોલી કે, તેના કુટુંબના સભ્યો દ્વારા તેનામાં મેલી વિધા હોવાનું જણાવી બે દિવસ સુધી ભૂખી રાખીને આજે સાંજે કેશોદના પાડોદર ગામે તેમના પારિવારિક હવન પ્રસંગમાં ધુણાવી અને બાદમાં તેની બલી ચડાવવા માટે સળગતી જ્વાળામાં હાથ નંખાવી, સળગતા કોલસા પર ચલાવવમાં આવી હતી.

આ પણ વાંચો:ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતાં કર્યું એવું કે… તમે જાણીને કહેશો

આ પણ વાંચો:નવી દિલ્હી ખાતે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને મળ્યા બે એવોર્ડ

આ પણ વાંચો:બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં 30 સ્પીડ ગન

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ બેટ દ્વારકામાં ડીમોલેશન સાઈટનું કર્યુ નિરીક્ષણ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ બેટ દ્વારકામાં ડીમોલેશન સાઈટનું કર્યુ નિરીક્ષણ