ગુજરાત/ સુરતમાં ATS અને SOG એ સંયુક્ત રેડ કરી ઝડપી પાડી કરોડોની ડુપ્લીકેટ નોટ

સુરતના અમરોલી વિસ્તાર મા આવેલા 99 શોપિંગમા ત્રીજા માળે ATS અને સુરત SOG એ સંયુક્ત રેડ કરી ચાર કરોડથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી.

Gujarat Surat
ATS અને SOG

સુરતના અમરોલી વિસ્તાર મા આવેલા 99 શોપિંગમા ત્રીજા માળે ATS અને સુરત SOG એ સંયુક્ત રેડ કરી ચાર કરોડથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી.પોલીસે કરોડોની નોટ સાથે 6 જેટલા આરોપીની ધરપકડ કરી હતી.લોકોને છેતરી ઉપર નીચે ઓરીજનલ નોટ મૂકી વચ્ચે ડુપ્લીકેટ નોટ મૂકી છેતરપીંડી અચરતા હોવાનું સામે આવ્યું હતું.

સુરતમા અનેક વખત ડુપ્લીકેટ નોટ ઝડપાઇ હોવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે તેવામાં સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ 99 શોપિંગમા ત્રીજા માળે એક ઓફિસમાં ડુપ્લીકેટ નોટ હોવાની ATS અને સુરત SOG પોલીસ ને બાતમી મળી હતી.જેથી સંયુક્ત રેડ કરી દુકાન માંથી 4 કરોડ 84 લાખ 35 હજાર ની ડુપ્લીકેટ 2000 અને 500 ના દર ની નોટો ઝડપી પાડી હતી.સાથેજ પોલીસે 16 લાખ અસલી રોકડા પકડી પાડયા હતા. પોલીસે તપાસ કરતા 50 ગોલ્ડ ની અને 10 સિલ્વર ની લગડી પણ મળી આવી હતી.પોલીસે રેડ કરી કુલ 6 આરોપી ઝડપી પાડયા હતા.

લોકોને બોલાવી નવી નોટ આપવાનું બહાનું કરી નોટના બન્ડલ પર ઉપર અને નીચે ઓરીજનલ નોટ મૂકી અંદર ડુપ્લીકેટ નોટ પધરાવી દેતા હતા.અત્યાર સુધી ચાર જેટલા લોકો સાથે નોટની ચર્ચા ચાલતી હતી.પરંતુ હજુ સુધી કોઈ સાથે ડીલ થઈ ના હતી.આ લોકો ઓછા રૂપિયા માં ગોલ્ડ આપવાની પણ લોભામણી જાહેરાત કરતા હતા.જેથી ડુપ્લીકેટ ગોલ્ડ પણ રાખતા હતા.

આ ગેંગના મુખ્ય આરોપી મનસુખ ભાઈ અગાઉ એક ચિટિંગના આરોપી સાથે મળી અને કામ કરતા હતા.જોકે તે આરોપી નું મોત થઈ ગયું હતું.તેમની પાસેથી ટિપ્સ મેળવી આ ગેંગ છેતરપીંડી અચરતા હતા.પોલીસે આ મામલે 6 ઈસમની ધરપકડ કરી  4 કરોડ 84 લાખ 35 હજારની ડુપ્લીકેટ નોટ તેમજ 16 હજાર ની ઓરીજનલ નોટ ઝડપી પાડી હતી.સાથેજ 50 સોના અને 10 ચાંદી ની લગડી પણ ઝડપી પાડી હતી.

આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો, આગામી 100 દિવસમાં નવી પરીક્ષા યોજાશેઃબોર્ડ

આ પણ વાંચો:દિલ્લીની તિહાડ જેલમાં રહી ચુક્યો છે પેપર લીકનો આરોપી કેતન બારોટ

આ પણ વાંચો:વડોદરાથી 15 લોકોની ATSએ કરી ધરપકડ, CCTV આવ્યા સામે