ભણતર/ ટેકનોલોજીના યુગમાં અમદાવાદમાં ચાલે છે ઓપન સ્કૂલ

મેટ્રોસિટી અમદાવાદમાં જ્યાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. ત્યાં એક સ્કૂલ એવી પણ છે કે જે જાહેર માર્ગ ઉપર પાથરણા પાથરીને બાળકોને અભ્યાસ આપે છે. આપણે વાત કરી રહ્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવેલી એક એવીજ સ્કૂલ વિશે કે જે છત વગરની છે. નતો કોઈ બેંચીસ ત્યાં આવેલી છે. નતો બાળકો માટે સુરક્ષાના કોઈ […]

Ahmedabad Gujarat
Screenshot 20210401 161825 e1617274206259 ટેકનોલોજીના યુગમાં અમદાવાદમાં ચાલે છે ઓપન સ્કૂલ

મેટ્રોસિટી અમદાવાદમાં જ્યાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. ત્યાં એક સ્કૂલ એવી પણ છે કે જે જાહેર માર્ગ ઉપર પાથરણા પાથરીને બાળકોને અભ્યાસ આપે છે.

આપણે વાત કરી રહ્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવેલી એક એવીજ સ્કૂલ વિશે કે જે છત વગરની છે. નતો કોઈ બેંચીસ ત્યાં આવેલી છે. નતો બાળકો માટે સુરક્ષાના કોઈ વિકલ્પ છે. તેમ છતાં એક વ્યક્તિ બાળકોને નિષ્વાર્થપણે ભણતર આપી રહ્યો છે અને તે પણ જાહેર માર્ગ ઉપર…

દાણીલીમડા સાઈડના રિવરફ્રન્ટના ભાગે જ્યાં ધોબી ઘાટ આવેલું છે તેનાથી થોડીક દૂર બ્રિજના નીચે ઓપન સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે. આ રસ્તેથી પસાર થઇ રહેલા ફરહાન ખાન નામના જમાલપુરના રહેવાસીની નજર ઓપન સ્કૂલ ઉપર પડતા તેણે પોતાની મોટર સાઇકલ ત્યાં થોભાવી દીધી હતી.

ફરહાને બ્રિજની નીચે જઈને જોતા નવથી દસ જેટલા બાળકો જમીન ઉપર બેઠા હતા. તમામની નજર સામે એક બ્લેક બોર્ડની ઉપર હતી.બોર્ડમાં કંઈક લખેલું હતું. જે જોઈને બાળકો તેને પોતાની નોટબુકમાં તેને ઉતારી રહ્યા હતા. બ્લેક બોર્ડની પાસે રાજેશ ભાઈ નામની વ્યક્તિ ઉભી હતી. તેની પાસે જઈને ફરહાને પૂછતાં કે આ સ્કૂલ કેમ ચાલુ કરવામાં આવી છે અને આવી રીતનો સ્કૂલ ચાલુ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો. તો રાજેશ ભાઈએ વળતો જવાબ આપ્યો કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિનામૂલ્યે તેઓ શિક્ષણ આપે છે. જેથી કરીને તેમને પૂરતો શિક્ષણ મળી રહે. ઘણા બાળકોના માતાપિતાની હાલત એવી છે કે તેઓ પોતાના બાળકોને સ્કૂલ મોક્લવવા માટે તેમની પાસે રૂપિયા પણ નથી.અને આવા બાળકોને રાજેશ ભાઈ પોતાનો કિંમતી સમય કાઢીને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે. આમ, રાજેશ ભાઈની હિમ્મત અને મહેનત જોઈને ફરહાન ખુબજ આશ્ચચકિત થઇ ગયો હતો. તેણે એક વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે , આધુનિક યુગમાં ટેક્નોલોજીનો વ્યાપ એટલો વધતો જઈ રહ્યો છે કે હવે બાળકો વીડીયો કોન્ફ્રન્સિંગ દ્વારા ઘરે બેઠા અભ્યાસ મેળવતા થઇ ગયા છે ત્યારે 40 ડિગ્રી જેવા ધમધમતા તાપમાં જયારે આવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળે છે ત્યારે ખરેખર લોકોની આંખો નમી થઇ જાય છે કે શહેરમાં એવા પણ લોકો રહે છે જેમને રહેવા, ખાવવા અને પીવાનાની સાથે બાળકોને અભ્યાસ અપાવવા માટેના પણ પૂરતા રૂપિયા હોતા નથી.