Ahmedabad/ કચ્છથી કથિત ગુમ થયેલાં યુવકનાં મામલામાં મંતવ્ય ન્યૂઝ પર મોટો ઘટસ્ફોટ- જાણો શું કહ્યુ યુવાને?

અમદાવાદનાં ઈસ્કોન મંદિર એકવાર ફરી વિવાદમાં આવ્યુ છે. આ પૂર્વે પણ અનેક વખત સામે આવ્યુ છે…

Gujarat Others
police attack 30 કચ્છથી કથિત ગુમ થયેલાં યુવકનાં મામલામાં મંતવ્ય ન્યૂઝ પર મોટો ઘટસ્ફોટ- જાણો શું કહ્યુ યુવાને?

અમદાવાદનાં ઈસ્કોન મંદિર એકવાર ફરી વિવાદમાં આવ્યુ છે. આ પૂર્વે પણ અનેક વખત સામે આવ્યુ છે તે પ્રમાણે જ આ વખતે પણ કોઇ એક ઘરનો લાડકવાયો સન્યાસની રાહે ઘર છોડી ચાલી નિકળતા દસ દિવસથી ઘરેથી ગાયબ થઇ જતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સમગ્ર ઘટનામાં બબાલ મચી ગઇ.

અમદાવાદનું ઇસ્કોન મંદિર ફરી વિવાદમાં આવ્યુ છે. નખત્રાણાનાં નાના અંગીયા ગામનો યુવાન ગુમ થયો હતો. જેને લઇને સમાચાર સામે આવ્યા હતા કે, ઇસ્કોનનાં સાધુએ મોહજાળમાં ફસાવ્યા છે. યુવાનને લલચાવી-ફોસલાવી ભ્રમિત કર્યાનો આક્ષેપ પણ આ મામલે લગાવવામાં આવ્યો છે. યુવકનાં પરિવારજનોએ ઇસ્કોન મંદરિનાં સાધુ જયતીર્થચરણસ્વામી પર આક્ષેપ લગાવ્યો છે. આપને જણાવી દઇએ કે, યુવક દર્શન પારસીયા એલ.ડી.એન્જીનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી છે. યુવકને ગેરકાયદે ગોંધી રાખ્યો હોવાનો આરોપ અહી લગાવવામાં આવ્યો છે. ઘણા દિવસોથી ઘરેથી ગાયબ થવા પર દર્શનનાં પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. પરિવારજનોએ દર્શન ગૂમ થયાની અરજી પણ આપી હતી. અહી દર્શન ઇસ્કોનનાં સાધુનાં સહવાસમાં રહેવા મક્કમ છે.

કચ્છથી કથિત ગુમ થયેલાં યુવકનાં મામલામાં મંતવ્ય ન્યૂઝ પર મોટો ઘટસ્ફોટ – યુવકે રજૂ કરી પોતાની હકિકત…જાણી લો આ ઘટસ્ફોટ સાથેની સમગ્ર સ્ટોરી

https://youtu.be/rC1qluLxzwQ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો