Accident/ ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન!,પિતા-પુત્રએ ઉઠકબેઠક પણ કરી

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ગોઝોરા અકસ્માત થયો હતો    જેમાં 9 લોકોના મોત થયા અને 15થી 20 લોકો ઘાયલ થયા હતા.

Top Stories Gujarat
5 2 4 ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન!,પિતા-પુત્રએ ઉઠકબેઠક પણ કરી

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ગોઝોરા અકસ્માત થયો હતો    જેમાં 9 લોકોના મોત થયા અને 15થી 20 લોકો ઘાયલ થયા હતા. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી. જ્યાં થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ત્યાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયું હતું.

નોંધનીય છે કે  ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથી રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત ત્યાં બંને આરોપીઓ પાસે માફી મંગાવી હતી અને ઉઠકબેઠક પણ કરાવી હતી.એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માત મામલે જેગુઆર કારચાલક તથ્ય પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. એસજી-2 પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે.આ અકસ્માત મામલે FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, તથ્યની ગાડી 160 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી રહી હતી. ત્યારે પોલીસે પણ તથ્ય પટેલની કસ્ટડી મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, જેગુઆર કારમાં સવાર તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે. કારમાં સવાર તમામ લોકોએ નશો કર્યો હતો કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મધરાતે સર્જાયેલા નાના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું છે.