Not Set/ ચાલુ બસમાં માતાએ બાળકીને આપ્યો જન્મ, ઘરમાં ખુશીની લહેર

  @મોહસીન દાલ, પંચમહાલ. અમદાવાદ થી ઈન્દોર જઈ રહેલ એસ.ટી.બસમાં સગર્ભા માતાએ બાળકીને જન્મ આપ્યો..!! અમદાવાદ થી ઈન્દોર તરફ જઈ રહેલ એસ.ટી.બસમાં વતન પિટોલમાં જઈ રહેલ એક સગર્ભા માતાએ પ્રસૂતિની પીડાઓ સાથે એસ.ટી. બસમાં જ દીકરીને જન્મ આપ્યો હોવાની આ વેદનાઓની ગંભીરતાઓ પારખી ગયેલા એસ.ટી.બસના ડ્રાયવરે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર બસ લઈને સીધા ગોધરા […]

Gujarat
IMG 20210716 WA0066 ચાલુ બસમાં માતાએ બાળકીને આપ્યો જન્મ, ઘરમાં ખુશીની લહેર

 

@મોહસીન દાલ, પંચમહાલ.

અમદાવાદ થી ઈન્દોર જઈ રહેલ એસ.ટી.બસમાં સગર્ભા માતાએ બાળકીને જન્મ આપ્યો..!!

અમદાવાદ થી ઈન્દોર તરફ જઈ રહેલ એસ.ટી.બસમાં વતન પિટોલમાં જઈ રહેલ એક સગર્ભા માતાએ પ્રસૂતિની પીડાઓ સાથે એસ.ટી. બસમાં જ દીકરીને જન્મ આપ્યો હોવાની આ વેદનાઓની ગંભીરતાઓ પારખી ગયેલા એસ.ટી.બસના ડ્રાયવરે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર બસ લઈને સીધા ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવીને ઘટનાની જાણ કરાતા ગોધરા સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ પણ દોડી આવીને નવજાત બાળકી સાથે માતાની સારવાર શરૂ કરી ત્યારબાદ એસ.ટી.બસ ત્યાંથી રવાના થઈ હતી.!!

અમદાવાદ થી ઈન્દોર તરફ જઈ રહેલ એસ.ટી.બસમાં મુસાફરી કરનાર મધ્યપ્રદેશના પિટોલ ગામના સુરભીબેન ભુરિયાને ગોધરા શહેરના પ્રવેશદ્વારે બાયપાસ રોડ ઉપર અચાનક પ્રસૂતિની પીડાઓ વચ્ચે બસમાં જ બાળકને જન્મ આપ્યો હોવાની આ ઘટના સાથે સતર્ક થઈ ગયેલા અમદાવાદમાં નરોડા ખાતે રહેતા એસ.ટી.બસના ડ્રાયવર પરેશભાઈ ઉપાધ્યાયે એસ.ટી.બસને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને ઉભી કરી દીધી હતી અને કંડકટર મહેશભાઈ ભીલે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દોડી જઈને એક માતાએ બસમાં બાળકને જન્મ આપ્યો હોવાની જાણ ફરજ ઉપરના કર્મચારીઓને કરતા સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓ પણ સ્ટ્રેચર લઈને દોડી આવ્યા બાદ દીકરી સમેત જનેતાને સંભાળ પૂર્વક લાવીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા બાદ એસ.ટી.બસ ગોધરા ડેપોમાં જઈને ઈન્દોર તરફ રવાના થઈ હતી.!!