Not Set/ મુંબઈમાં ડી-કંપની કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 7 સ્થળો પર પાડ્યા દરોડા

EDના આ દરોડા મુંબઈના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં પડ્યા હતા, એવું કહેવાય છે કે આ વિસ્તારોમાં ડી કંપની વધુ સક્રિય છે.

Top Stories India
ડી-કંપની

મુંબઈના ડી-કંપની કેસમાં 7 જગ્યાએ ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે લગભગ 6 દિવસ પહેલા પણ 15 ફેબ્રુઆરીના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી-કંપની પર તેની પકડ વધુ કડક કરીને મુંબઈમાં ડી કંપની સાથે સંબંધિત 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

જણાવી દઈએ કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ હાલમાં જ ડી કંપની વિરુદ્ધ PMLA હેઠળ કેસ નોંધ્યો હતો, જેના પછી આ દરોડા પાડવામાં આવ્યા હતા, દાઉદની ડી કંપની ખંડણી અને હવાલાના કારોબારમાં સામેલ છે.

 EDએ 2018-19માં ડી-કંપની સામે તપાસ શરૂ કરી હતી

EDના આ દરોડા મુંબઈના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં પડ્યા હતા, એવું કહેવાય છે કે આ વિસ્તારોમાં ડી કંપની વધુ સક્રિય છે.

EDએ 2018-19માં દાઉદના ગુનેગાર ઈકબાલ મિર્ચીની મિલકતો જપ્ત કર્યા બાદ ડી-કંપની સામે તપાસ શરૂ કરી હતી. મિર્ચી દાઉદનો નજીકનો સહયોગી હતો. એવું કહેવાય છે કે મિર્ચી ભારતમાં દાઉદના ડ્રગ્સનો બિઝનેસ સંભાળતો હતો અને વર્ષ 2013માં તેનું લંડનમાં મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : લાલુ યાદવને સજા એ એલાન, 5 વર્ષ સુધી રહેશે જેલમાં, જાણો જજના નિર્ણય પર શું હતું રિએક્શન

આ પણ વાંચો :મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી હોટલ સી પ્રિન્સેસમાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે

આ પણ વાંચો :પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ચીમકી, કોને આપશે ગુલાબ?

આ પણ વાંચો :2024 પર મમતા બેનર્જીનું ધ્યાન કેન્દ્રિત, દિલ્હીમાં NWCની બીજી બેઠક યોજાશે