Covid-19/ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 38,353 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 38,353 કેસ નોંધાયા છે. રિકવરી રેટ પણ વધીને 97.45 ટકા થયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં કોરોનાનાં 3,46,351 સક્રિય કેસ છે.

Top Stories India
1 49 છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 38,353 કેસ નોંધાયા

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસ ઓછા થઇ ગયા છે. બીજી લહેરે દેશને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ, જો કે હવે દૈનિક કેસોમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આપને જણાવી દઇએ કે, ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર ઓછી ભલે થઇ ગઈ હોય, પરંતુ ત્રીજી લહેરનો ખતરો આજે પણ યથાવત છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં 38,353 કેસ નોંધાયા છે. રિકવરી રેટ પણ વધીને 97.45 ટકા થયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં કોરોનાનાં 3,46,351 સક્રિય કેસ છે, જે 140 દિવસમાં સૌથી ઓછા સક્રિય કેસ છે. દેશમાં કોરોનાનાં કુલ 3,12,20,981 કેસ છે. છેલ્લા 24 કલાકમાં 40,013 કોરોનાથી ઠીક થયા છે. દેશનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હાલમાં 5 ટકાથી નીચે છે. દેશનો વર્તમાન પોઝિટિવિટી રેટ 2.34% છે. જોકે છેલ્લા 16 દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ 3 ટકાથી નીચે રહ્યો છે, તે હાલમાં 2.16% છે. કોરોનાનાં ટેસ્ટિંગની વાત કરીએ તો, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 48.50 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં રસીકરણની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં 11 કરોડ લોકોએ બંને ડોઝ લીધા છે. દેશની 8.3 ટકા વસ્તીમાં કોરોનાની રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો – AS YOU SEE ME /  હોલીવુડ મુવીની પ્રેરણાથી ગીર સોમનાથની બે બેંકોની શાખામાં ચોરી કરવા ગયેલ  સગીર સહિત બંન્‍ને તસ્‍કરો ઝડપાયા

ઉલ્લેખનીય છે કે, દેશમાં હવે ભારત બાયોટેકનાં કોવાક્સિનનાં ઉત્પાદનને લઇને કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપતા કહ્યુ કે, સરકારે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકના કોવાક્સિનના ઉત્પાદન માટે રસી ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરનો કહેર હવે શાંત થઇ ગયો છે. વળી લોકોમાં હવે ત્રીજી લહેરની આંશકાઓને લઇને વેક્સિન જલ્દી લઇ લેવાની જાગૃતતા પણ જોવા મળી રહી છે. હવે અંકલેશ્વરમાં ઉત્પાદન શરૂ થતા વેક્સિનની અછતને પણ પહોંચી વળવામાં સરકારને મદદ મળશે.