Not Set/ છેલ્લી ઓવરમાં પંજાબ કિંગ્સ ચાર રનના કરી શકી,બે રનથી મેચ હારી

IPL 2021 ની 32 મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રનથી હરાવ્યું, રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 185 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી

Top Stories
rajasthan છેલ્લી ઓવરમાં પંજાબ કિંગ્સ ચાર રનના કરી શકી,બે રનથી મેચ હારી

IPL 2021 ની 32 મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રનથી હરાવ્યું. ટોસ હારીને બેટિંગ પસંદ કરતા રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 185 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 183 રન બનાવી શકી હતી. છેલ્લી ઓવરમાં પંજાબને જીતવા માટે ચાર રનની જરૂર હતી અને તેની આઠ વિકેટ બાકી હતી. કાર્તિક ત્યાગી બોલિંગ કરી રહ્યો હતો. જોકે પંજાબની ટીમ માત્ર એક જ રન બનાવી શકી હતી. કાર્તિકે આ ઓવરમાં બે વિકેટ લીધી હતી.

છેલ્લી ઓવરનો રોમાંચ

કાર્તિક ત્યાગીની છેલ્લી ઓવરના પહેલા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. તેણે બીજા બોલ પર એક રન આવ્યો અને પછી ત્રીજા બોલ પર નિકોલસ પૂરણ (32) અને પાંચમા બોલ પર દીપક હુડ્ડાને શૂન્ય પર આઉટ કરીને પંજાબ કેમ્પમાં હંગામો મચાવ્યો. પંજાબને છેલ્લા બોલ પર ત્રણ રનની જરૂર હતી, પરંતુ ટીમ દબાણ હેઠળ લક્ષ્ય હાંસલ કરી શકી નહીં અને મેચ હારી ગઈ

આ જીત સાથે રાજસ્થાનની ટીમ આઠ મેચમાંથી ચાર જીત અને આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ પંજાબની ટીમ નવ મેચમાં ત્રણ જીત અને છ હાર સાથે સાતમા ક્રમે સરકી ગઈ છે.