Surat News/ ઓનલાઇન ટિકિટ બુકિંગના નામે હવાલાના કરોડોની હેરાફેરી, વિદેશથી આવતા નાણાં ક્રિપ્ટોમાં કન્વર્ટ કર્યા

બે વર્ષમાં હવાલાના 100 કરોડ રૃપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે

Top Stories Gujarat Surat

Surat News : અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી આવતા હવાલાના કરોડો રૂપિયાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને હેરફેર કરનાર આંતરરાષ્ટ્રીય રેકેટનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પિતા-પુત્રની સ્પેશિયલ ટીમે ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પાસેથી 497 સીમકાર્ડ મળી આવ્યા છે, જેનો ઉપયોગ દેશભરમાં 28 જેટલા સાયબર ફ્રોડના કિસ્સામાં થયો છે. બે વર્ષમાં હવાલાના 100 કરોડ રૃપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જોકે, આ હવાલાની રકમનો ઉપયોગ ટેરર ફંડિંગમાં કરાતો હતો કે નહીં તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના નામે એકાઉન્ટ ખોલાવી તેમાં ઠગાઈ, જુગારના પૈસા ટ્રાન્સફર કરી તે પૈસાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને હેરફેર કરતા આરોપીઓ મકબુલ ડોક્ટર અને તેના પુત્ર કાસિફ ડોકટર અને માઝ નાડાને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ મોટા વરાછામાં ઓનલાઇન વેપારના નામે આ ગોરખધંધો શરૂ કર્યો હતો. આ ગોરખધંધો કરતા સોની ફળિયા સિંધીવાડમાં રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ લોકોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. પિતા મકબુલ ડોક્ટર અને તેના બંને પુત્રો ઓનલાઇન ટ્રાવેલ ટિકિટ બુકિંગના ઓથે હવાલાના નાણા વગે કરવાનું રેકેટ ચલાવી રહ્યા છે,

આ અંગે માહિતી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પિતા પુત્રની ગતિવિધિ પર સતત વોચ રાખી હતી અને આખરે તેમના ગોરખધંધા અંગે પૂરતી માહિતી મેળવી તેમની ધરપકડ કરી હતી.સુરતમાં રહી વિદેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં પિતા-પુત્ર ઠગાઈ, જુગારના નાણાં હવાલાથી મેળવી તેને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી મોકલતા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સિંધીવાડમાં આવેલી સફિયા મંઝિલમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર પિતા-પુત્ર ટિકિટ બુકિંગની ઓફિસ ચલાવતા હતા. જ્યારે ઉપરના માળે રહેતા હતા તેમના ઘરે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી આરોપી મકબુલ ડોક્ટર અને તેનો પુત્ર કાશીફ મકબુલ ડોક્ટર તેમજ માજ અબ્દુલ રહીમ નાડાની ધરપકડ કરી હતી.

17 લાખ રૂપિયા સહિત મોબાઈલ,સીમકાર્ડ જપ્ત કર્યા
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જ્યારે આ ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી ત્યારે તેમની પાસેથી 29 ચેકબુક, 8 પાસબુક, અલગ-અલગ બેન્કના 38 ડેબિટ કાર્ડ, 497 જેટલા સીમકાર્ડ અને 7 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ફક્ત એટલું જ નહીં આરોપીઓ પાસેથી પૈસા ગણવાના બે મશીન અને અલગ-અલગ દેશની કરન્સી પણ મળી આવી છે. આરોપીઓના ઘરમાંથી 17 લાખ રૂપિયા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કબજે કર્યા છે.ડોક્ટર પિતા-પુત્રની કરેલી તપાસમાં હવાલાના પૈસાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરતા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો હતો. ડોક્ટરે એવી કબૂલાત કરી હતી કે, તેની પાસે આંગડિયા મારફત રોકડા રૂપિયા દુબઈથી આવતાં હતાં.જેને મહેશ દેસાઈ દ્વારા મોકલવામાં આવતા હતા. ઓનલાઈન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગ થકી સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરોડો રૂપિયા ડમી એકાઉન્ટ થકી પડાવી લેવાય છે. આ ડમી એકાઉન્ટમાંથી તુરંત નાણાં વિડ્રો કરી લેવાય છે.

અફઘાનિસ્તાન, ચાઈના અને બાંગ્લાદેશમાં બેસી આ રેકેટ ચલાવનારા તત્વો કરોડો રૂપિયા હવાલા મારફતે મોકલે છે.આ રૂપિયા પિતા-પુત્ર ભાડે લીધેલા કરંટ એકાઉન્ટમાં જમા કરાવે છે. ત્યારબાદ એ એકાઉન્ટમાંથી તુરંત ક્રિપ્ટો ખરીદી લેવામાં આવે છે. આ રીતે રોકડને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દેવાય છે. આ ક્રિપ્ટો હવાલાથી આંગડિયા મારફત નાણાં મોકલનાર વ્યક્તિના કહેવા અનુસાર વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. તપાસ દરમિયાન આ રેકેટમાં ઝાંપાબજારનો મુર્તુઝા ફારૂક શેખ અને અમદાવાદનો મહેશ દેસાઈ પણ સામેલ હોવાનું બહાર આવતાં તેમની શોધખોળ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, દુબઈમાં બેસેલો મહેશ સુરતના મકબુલને રોકડ રૂપિયા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરવા માટે મોકલતો હતો. જેને કન્વર્ટ કરવા માટે મકબુલ 10% કમિશન લેતો હતો.
હાલ તપાસમાં જાણવા મળ્યું છે કે, બે વર્ષથી આ લોકો હવાલાના કરોડો રૂપિયા કન્વર્ટ કરી રહ્યા હતા. બે વર્ષ દરમિયાન 100 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં તો આ લોકોએ એક કરોડથી પણ વધુ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે.આરોપી મકબુલના ચાઇના એગ્રીકલ્ચર બેન્ક અને દુબઈના બેન્કમાં એકાઉન્ટ છે. તે સિવાય દુબઈમાં 3BHK ફ્લેટ છે અને મોબાઈલ સ્પેરપાર્ટ કંપનીની દુકાન પણ છે. હાલ અમે કેન્દ્રીય એજન્સીઓને અંગે જાણ કરીશું.
દુબઈમાં જ્યારે મકબૂલ વેપાર કરવા માટે ગયો હતો ત્યારે તેની ઓળખ મહેશ સાથે થઈ હતી.

દુબઈ સિવાય સુરતમાં પણ આરોપીની પ્રોપર્ટી છે, થોડાક દિવસ પહેલા પત્નીના નામે નવસારીમાં ફાર્મ હાઉસ પણ ખરીદ્યું છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં અને ક્રિપ્ટોને ફરી રૂપિયામાં કન્વર્ટ કરવાનો આ ખેલ હતો. આ ઘટનામાં 497 જેટલા સીમકાર્ડ મળી આવતા આટલી મોટી સંખ્યામાં સીમકાર્ડ ક્યાંથી આવ્યા? તે અંગેની તપાસ કરવામાં આવશે. આ સીમકાર્ડ થકી દેશના અલગ- અલગ રાજ્યોમાં 28 જેટલા સાઈબર ફ્રોડ કરવામાં આવ્યા છે.આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ એક કંપનીના સીમકાર્ડ મેળવીને દુબઈ મોકલતા એક મહિનામાં આ રીતે સીમકાર્ડ વેચીને 7-8 લાખ રૂપિયા કમાતા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં જેટલી આંગડિયા પેઢી મારફતે પૈસા ટ્રાન્સફર કરાયા હતા. જોકે, આ પૈસાનો ઉપયોગ ટેરર ફંડિંગમાં કરાતો હતો કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફેક વોટ્સએપ પ્રોફાઈલ બનાવીને માલિકના નામે નાણાં મેળવી લઈને છેતરપિંડી, એક આરોપી ઝડપાયો

આ પણ વાંચોઃ જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી

આ પણ વાંચો: 11 જેટલા ગુજરાતીઓેએ ભારતમાંથી અમેરિકન નાગરિકો સાથે કરી હજારો ડોલરની છેતરપિંડી