ભાવ ઘટાડો/ નવા વર્ષમાં સામાન્ય નાગરિકોને મળી રાહત, LPG સિલિન્ડરની કિંમતોમાં કરવામાં આવ્યો ઘટાડો

આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષ નિમિત્તે લોકોને રાહત મળી છે. જણાવી દઇએ કે, આજે ગેસ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાનું કામ કરવામાં આવ્યું છે.

Business
LPG Cylinder

આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષ નિમિત્તે લોકોને રાહત મળી છે. જણાવી દઇએ કે, આજે ગેસ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ કપાત 19 કિલોનાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવી છે. IOCL મુજબ, 1 જાન્યુઆરી, 2022 નાં રોજ, દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102 થી 1998.5 સુધી ઘટાડી દેવામાં આવી છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં શનિવારે કોવિડ-19 નાં કેસમાં જોરદાર ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 22 હજારથી વધુ કેસ

નવા વર્ષની શરૂઆત સારા સમાચાર સાથે થઈ છે. સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ 1 જાન્યુઆરી, 2022થી LPG સિલિન્ડરનાં ભાવમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 19 કિલોનાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનાં ભાવમાં પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, સ્થાનિક LPG ની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે, 1 ડિસેમ્બરે 19 કિલોનાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 103.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. IOC અનુસાર, 1 જાન્યુઆરી, 2022નાં રોજ, દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102.50 રૂપિયા ઘટીને 1,998.5 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 19 કિલોનો LPG સિલિન્ડર 102.50 રૂપિયા ઘટીને 1,948.5 રૂપિયા, કોલકાતામાં 101 રૂપિયા ઘટીને 2,076 રૂપિયા અને ચેન્નાઈમાં 103.50 રૂપિયા ઘટીને 2,131 રૂપિયા થયો છે.

આ પણ વાંચો – ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા /  ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટની મિત્રતામાં લાખ્ખો રૂ.ની છેતરપીંડી કરનાર બે યુવતીઓ સમેત ચાર

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરનાં 14.2 કિલોનાં LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાજધાની દિલ્હીમાં સબસિડી વિના 14.2 kg LPG સિલિન્ડર 899.5 રૂપિયામાં, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં LPG અનુક્રમે 899.5 રૂપિયા, 926 રૂપિયા અને 915.5 રૂપિયામાં ઉપલબ્ધ છે.