IND vs SA/ ત્રીજી ટેસ્ટમાં કોહલી ટીમ ઈન્ડિયાનાં હેડ કોચ દ્રવિડને છોડશે પાછળ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ કેપટાઉન ખાતે રમાવાની છે, જ્યાં દક્ષિણ આફ્રિકાની ટીમ જોહાનિસબર્ગમાં 7 વિકેટે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ મેદાનમાં ઉતરી રહી છે.

Sports
IND vs SA

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ કેપટાઉન ખાતે રમાવાની છે, જ્યાં દક્ષિણ આફ્રિકાની ટીમ જોહાનિસબર્ગમાં 7 વિકેટે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ મેદાનમાં ઉતરી રહી છે, જ્યારે ભારતીય ટીમ ત્યાં પહોંચી ચુકી છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પણ વાપસી કરી રહ્યો છે. બન્ને ટીમો હાલમાં સિરીઝની એક મેચ જીતીને ટાઈ પર છે અને કેપટાઉનમાં રમાનાર આ મેચ નિર્ણાયક સાબિત થશે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / કિશ્વર મર્ચન્ટના ઘરે કોરોનાનો કહેર, અભિનેત્રીનો ચાર મહિનાના દીકરો થયો સંક્રમિત

સિરીઝની બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી કમરનાં તાણથી પરેશાન હતો અને તેના કારણે તે ટોસ પહેલા ફિલ્ડ પર ઉતરી શક્યો ન હતો. ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને આરામ આપીને કેએલ રાહુલને ટીમની કમાન સોંપી હતી, પરંતુ કોહલીની ગેરહાજરીમાં ભારતની દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવાની આશાને મોટો ઝટકો લાગ્યો હતો. જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમ તેના નિયમિત કેપ્ટનની ખોટને અનુભવી રહી હતી અને ચોથી ઇનિંગમાં 240 રનનાં લક્ષ્યને બચાવી શકી નહીં. 7 વિકેટે પરાજયનો સામનો કરીને કેપટાઉન પહોંચેલી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલ કેપ્ટન વિરાટ કોહલી ચાહકોનાં આ સપનાને સાકાર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતો જોવા મળશે. કેપટાઉન મેદાન પર, જ્યાં ભારતીય કેપ્ટન મેચ જીતી અને દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરે હરાવવાનો પ્રયત્ન કરશે, તે પ્રથમ કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ બનાવશે, જ્યારે વ્યક્તિગત રેકોર્ડનાં કિસ્સામાં, તે ટીમનાં હેડ કોચ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને પાછળ છોડતો જોવા મળી શકે છે. વિરાટ કોહલી હાલમાં દક્ષિણ આફ્રિકાની ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં ત્રીજા ક્રમે છે અને તે કેપટાઉન ટેસ્ટમાં રાહુલ દ્રવિડને પાછળ છોડવાથી માત્ર 14 રન દૂર છે.

આ પણ વાંચો – Photos / ઓમર અબ્દુલ્લાએ બરફથી ઢંકાયેલ ગુલમર્ગમાં ચલાવી મહિન્દ્રા થાર, ટ્વીટ પર આનંદ મહિન્દ્રાએ કહ્યું,…

વિરાટ કોહલીએ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાયેલી ટેસ્ટ મેચોમાં 50થી વધુની એવરેજથી 611 રન બનાવ્યા છે, જ્યારે રાહુલ દ્રવિડે 11 ટેસ્ટ મેચમાં 624 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ક્રિકેટનાં ગોડ ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ ટોચ પર છે, જેણે 15 ટેસ્ટ મેચમાં 46.44ની એવરેજથી 1161 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે.